________________
सरीररुपविणा सिणि सरीरं वा अइवयमाण निवारेसि ? जइणं तुम मम जम्मण निवारसि! सणं अहं तव बाहुच्छाया परिगहिए विफले माणुस्सए कामभोगे भुंजमाणे विहरामि ॥"
જો તમે મારા જીવનનો નાશ કરનાર મૃત્યુને દૂર કરી શકે તેમજ શરીરના વરૂપને નષ્ટ કરનાર ઘડપણને મટાડી શકે તેમજ જન્મને અટકાવી શકે તે હું તમારી છત્રછાયા નીચે રહું. થાવગ્રા પુત્રના જવાબને સાંભળી શ્રીકૃષ્ણ મહારાજાએ કહ્યું, આ દુશ્મને તે મારી પાછળ પણ પડયા છે. હું મારી જાતને જ ન બચાવી શકું તે તારું રક્ષણ કેવી રીતે કરું? કૃષ્ણ વાસુદેવ માતાજીને કહે છે, આ તમારા પુત્રને પતંગીય રંગ નથી પણ મજીઠીયો રંગ છે. દીક્ષાને દીપાવે તેવું છે. તેને સંસારમાં રાખવું અશકય છે. જન્મ પાછળ મૃત્યુ અને મૃત્યુ પાછળ જન્મ એમ ચાલ્યા જ કરે છે. જીવ વિભાવ ભાવ કરીને “વત્તી વેન્તી જ દુન્નિવાળી” જી જુનાં કર્મને વેદે છે અને નવાં કર્મને બાંધે છે. રંટ ચાલે ત્યારે એક બાજુ ભરાતી જાય, બીજી બાજુ ઠલવાતી જાય. જે એ ઘડીને ન ભરવી હોય તે રાંઢવાથી જુદી પાડી દેવી જોઈએ, એમ જન્મ અને મરણથી બચવું હોય તે રાગદ્વેષ અને મેહના રાંઢવા છોડી નાખવા જોઈએ.
શ્રી કૃષ્ણ વાસુદેવ સામેથી કહે છે કે હું દીક્ષા મહોત્સવ કરીશ પણ પૈસા ભેગા કરવા વસ્તુની ઉછામણી ન કરી. શ્રી કૃષ્ણ મહારાજા દ્વારિકા નગરીમાં ઢંઢેરો પીટાવે છે કે સંસારના ત્રાસમાંથી છોડાવનાર નેમપ્રભુ પધાર્યા છે. જેને દીક્ષા લેવી હોય તે તૈયાર થઈ જજો. જેને નાનાં બાળકો હોય તેને મારા રાજ્યમાં મુકી જજો. હું સાચવીશ. ઘરડા માતપિતા હોય તે તેનું પણ રક્ષણ કરીશ અને કોઈને માથે કરજ હોય તે હું સરભર ખાતું કરી દઈશ.”
“ધન્ય થાવસ્થા પુત્ર, તજી બત્રીસે નાર,
તેની સાથે નીકળ્યા, પુરુષ એક હજાર શ્રી કૃષ્ણ મહારાજને ઢઢરે સાંભળી એક હજાર પુરૂષે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. આજે પુરુષે પાણીમાં બેસી ગયા છે. કોઈને દીક્ષા લેવાની ભાવના જાગતી નથી. “નમું અનંત ચોવીસી ઋષભાદક મહાવીર”.
અનંત ચાવીસીમાં અનંતા પુરુષોએ દીક્ષા લીધી છે. તમે તૈયાર થાઓ. આ ભવ ફરી ફરી મળતું નથી. કર્મના ધક્કાથી જન્મ લેવું પડે છે, હવે જન્મ લે ન પડે, એવી તૈયારી કરે.
થાવસ્થા પુત્રે એક હજાર પુરુષ સાથે દીક્ષા અંગીકાર કરી. ધીમે ધીમે થાવચા પુત્ર અણગારે ભગવાન નેમનાથ પાસેથી તેમજ તથારૂપના સ્થવરે પાસેથી ચૌદ પૂર્વ સુધીને