________________
અભ્યાસ કર્યો. ભગવાને તેમને ૧૦૦૦ શિષ્યોને સેપ્યા. હવે તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરતાં વિચરે છે અને જ્યાં જાય ત્યાં વિજયપતાકા ફરકાવે છે. ફરતાં ફરતાં તેઓ સૌગંબિકા નગરીમાં પધારે છે. તે વખતે તે નગરીમાં શુકદેવ નામના સંન્યાસી પણ પધારે છે. તેઓ ચાર વેદ ને અઢાર પુરાણના અભ્યાસી છે. તેઓને પણ ૧૦૦૦ શિષ્ય છે, તે શુચિમુલક ધર્મની પરૂપણ કરે છે. સુદર્શન નામના નગરશેઠ શુકદેવના શચિમૂલક ધર્મને વિકારે છે. એક વખત સુદર્શન શેઠ જ્યાં થાવસ્થા પુત્ર અણગાર છે
ત્યાં આવે છે અને પૂછે છે તુા #િ મૂઢણ નિતે . આપના ધર્મના મુળભુત સિદ્ધાંતે શા છે? ત્યારે થાવગ્યા અણગારે કહ્યું, “હે સુદર્શન ! અમારે ધર્મ વિના મૂલક છે.” એ પછી સાધુ ભગવંતે શ્રેષ્ઠીને શુદ્ધ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું, “લેહીથી ખરડાયેલ વસ્ત્ર લેહીથી સાફ ન થાય પણ પાણીથી સાફ થાય તેમ પાપથી ખરડાયેલ આત્મા પાપથી શુદ્ધ ન થાય પણ પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થવાથી શુદ્ધ થાય.
જળના સ્પર્શથી જે મુક્તિ થતી હોય તે હંમેશા પાણીમાં રહેવાવાળા મચ્છ, કાચબા, સર્પ, જલમૃગ, ઉષ્ટ તથા જલરાક્ષસ આદિ છ બધાથી પહેલા મુક્ત થઈ જાય.
સુદર્શન શેઠને આ ધર્મ રુચી જાય છે. અને શ્રાવક ધર્મ અંગીકાર કરે છે. આ વાતની જ્યારે શુકદેવને ખબર પડે છે ત્યારે સુદર્શન શેડ પાસે આવે છે, અને ધર્મપરિવતનનું કારણ પૂછે છે. સુદર્શન શેઠ યથાર્થ વાત કરે છે. ત્યારે શુકદેવ કહે છે, હું તારા ગુરુ પાસે જાઉં છું અને તેમને પરાસ્ત કરવા પ્રશ્ન પૂછું છું. જે તેમના તરફથી
ગ્ય ઉત્તર મળશે તે હું તેમને વંદન નમસ્કાર કરીશ અને ગ્ય ઉત્તર નહિ મળે તે તેમની નિંદા કરીશ.
શુકદેવ સન્યાસી થાવા અણગાર પાસે આવે છે. સુદર્શન પણ સાથે છે. તે સંન્યાસી મુનિને વંદન નમસ્કાર કરતાં નથી. અને પરાસ્ત કરવાના હેતુથી પૂછે છે. “તમારે જાત્રા છે?” મુનિ કહે છે, હા જ્ઞાન-દર્શન, ચારિત્ર-તપ, નિયમ-સંયમ વગેરેમાં અને મન, વચન અને કાયાના વ્યાપારમાં જે નાપૂર્વક આચરણ કરવાની પ્રવૃત્તિ છે તે અમારી જાત્રા છે.”
શુકદેવ પૂછે છે, “જિં મંતે કવળિ૪ યાપનીય શબ્દોને શું અર્થ છે? ત્યારે થાવગ્રા અણગાર કહે છે, યાપનીયના બે પ્રકાર કડ્યા છે. (૧) ઈન્દ્રિય યાપનીય (૨) ને ઈન્દ્રિય યાપનીય. પાંચેય ઇન્દ્રિયને વશમાં રાખવી તે ઇન્દ્રિય યાપનીય, મનને વશ કરવું તે ને ઈન્દ્રિય યાપનીય છે. વળી શુકદેવ પ્રશ્ન કરે છે, તમારા પ્રાસુક વિહારનું સ્વરૂપ શું છે? તેને ઉત્તર આપતાં મુનિ કહે છે, ઉપવનમાં, વમાં, મઠમાં યાચના કરેલી વસ્તુ કે જે લઈને પાછી અપાય. જેમ કે પીઠ-ફલક વગેરેની યાચના કરી વિચારીએ છીએ, તે અમારા પ્રાસુક વિહાર છે.