________________
૫૦૦
સેય જે હેય છે. દિલમાં તીરાડ પડી હોય તે તે સાંધી દે છે. સદ્દભાવના કેળવવાનું શીખવે છે, જેને સૌની સાથે આનંદથી રહેતાં શીખવું હોય તેણે જીવનમાં સહનશીલતા કેળવવી જોઈએ.
ત્રણસો વર્ષ પૂર્વેની એક વાત છે. એક પ્રધાનનું કુટુંબ હજાર માણસનું હતું. પણ તે બધામાં સંપ ખૂબ જ હતો. સંયુક્ત કુટુંબમાં રહેવાના અનેક ફાયદા છે. પણ માણસને રહેતા આવડે તે જ તે વ્યવસ્થા ટકી શકે. સંપ રાખ હેય તો સામા માણસનાં વિચારેને આદર આપતાં શીખવું જોઈએ. સામી વ્યક્તિ પેટી હોય તે તેને પ્રેમથી સમજાવી તેના હૃદયને જીતવું જોઈએ. સંસારમાં શાંતિ સ્થાપવાની આ એક ચાવી છે. પિલા પ્રધાન પણ ખૂબ વિચારશીલ અને શાણ હતાં. કુટુમ્બના એક એક સભ્ય કેવી રીતે રહેવું જોઈએ તેણે તે દરેકને શીખવ્યું હતું. તેમના સંપની સુવાસ ચોમેર ફેલાવા લાગી. આ વાત જાપાનનાં સમ્રાટના કાને આવી, તે રાજા આ પ્રધાનને ત્યાં આવ્યા. તે વખતે પ્રધાન બિમાર હતાં. રાજાએ કુતુહલથી પ્રધાનને પૂછયું, “આપનું આવડું મોટું કુટુમ્બ એક લાકડીએ કેવી રીતે ચાલે છે? આપના સંપનું કારણ શું છે?” આ સાંભળી પ્રધાને પિતાના પૌત્ર પાસે કાગળ પેન માંગ્યા. અને કાગળમાં સહનશીલતા-સહનશીલતા-સહનશીલતા એમ ત્રણ વાર લખ્યું.
ગમ ખાતાં શીખે. આજે ઘેરઘેર વેરઝેર અને કલેશ દેખાય છે. કારણુ સહન શીલતાને અભાવ છે. જરાક વિપરીત વાતાવરણ થાય એટલે તરત ક્રોધ-પ્રવેશ આવી જાય છે અને એ આવેશમાં વિવેક પણ ભૂલી જાય છે. ભગવાન કહે છે કે કેઈપણ સાથે તારે અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેની ક્ષમા માગી લે.
ભગવાન કહે છે કે ક્રોધને કારણે સાધુ અથવા સાદગીને કદાચિત અરસપરસ કલેશ થયે હોય તે તેને શાંત કરી દે. માંહમાંહી ખમત ખામણુ કરવા. ખમાવ્યા વિના કોઈપણ કાર્ય કરવું નહીં. સામી વ્યક્તિને ખમાવતાં તે આદર આપે કે ન આપે, તે ઉભા થાય કે ન થાય, વંદન કરે કે ન કરે, સાથે આહારદિ કરે કે ન કરે, તે સાથે રહે કે ન રહે, તે ખમાવે કે ન ખમાવે પણ આત્મહિત ઈછનાર સાધુએ હૃદયપૂર્વક ક્ષમાપનાને કરવી. જે ખમાવે છે તે આરાધક છે અને જે નથી ખમાવતે તે વિરાધક છે. ક્ષમાપનાનું આટલું બધું મહત્વ શા માટે આપ્યું હશે? કારણ કે ભગવાને કહ્યું છે કે ઉપશમ એ જ ચારિત્રને સાર છે. માટે જેમ બને તેમ ક્રોધાદિ કષાયથી દૂર રહે.
કામને કંધના લેભના કાફલા, થાણું નાંખી પડ્યા આડી વાટે, લાલપીળા બતાવી મને છેતરે, ઠેલતાં જીવનને અશુભ પાટે, કનક ને કામિની રૂપરંગ નામની, મેહ જાળ ફરી જીવન ખારૂં, કલાન્ત હું બ્રાન્ત હું લેશ ગમ ન પડે, નાથ પિકારું છું નામ તારૂં.”