________________
૪૬૦ ઉપર દુઃખનું સૈન્ય તૂટી પડે છે. પરિગ્રહ મેળવવાની તમને જેટલી ઝંખના છે, તેટલી સદ્દગુણે પ્રાપ્ત કરવાની તમન્ના છે? પૈસા અનેક દુર્ગુણેના દ્વાર ખેલી આપે છે.
દ્રવ્યના દાસ બનતાં સહુ માનવી, દ્રવ્ય નહીં કેઈનું દાસ થાતું; દ્રવ્યથી પ્રાપ્ત થતું ના કદિ, શુદ્ધ બ્રહ્મવ તેથી હણાતું. દ્રવ્ય અહંકાર ને દુર્ગણે લાવતું, જેમ હુતાશને છે ધુમાડો, દ્રવ્ય વિક્ષેપ છે આત્મકલ્યાણમાં, દ્રવ્યથી ફિકર ભય રાત દાડે. દ્રવ્ય બધાને દાસ બનાવે છે. લક્ષમીના દાસ કેટલા છે? એના તાબેદાર થઈને એની જ સેવા કરી રહ્યા છે. એક રૂપકમાં બતાવે છે કે કેટલાક લક્ષમીનંદન બને છે. લક્ષમી જે જે આજ્ઞા કરે છે તે આપે, એની આજ્ઞા બહાર ન જાય. અને કેટલાંક લહમીના અધિપતિ થઈને રહે છે. એ જીવનભર લક્ષ્મીને છૂટે હાથે વાપરે છે. આજે મોટાભાગના શ્રીમતે લક્ષમીના સ્વામીને બદલે લક્ષમીના દાસ બનેલા છે. આજના જગતમાં પૈસાની જ વાહ વાહ છે.
પૈસાને સૌ ભરે સલામ, પૈસે સૌને કરે ગુલામ,
અરે વાહ રે વાહ, પૈસાની જગમાં જય જય....ધનપતિની જગમાં” પૈિસા માટે સૌના ગુલામ બને. માંસાહારીના પગ પૂજે. દારૂ પીતા હોય એની નોકરી સ્વીકારે. ગૌરવથી કહે કે, અમારી ઓફીસમાં યુરોપિયન સાહેબ આવે છે. તે આવે તે દેડીને પગમાં પડે, સલામ ભરે. અન્યાય, અનીતિ, અધર્મ, અસત્ય વ્યવહાર સાચવીને પૈસા મેળવે. એને સાચવવા તિજોરી રાખે. તિજોરીને રૂમમાં ગોઠવે. રૂમને પણ ગેરેજના તાળા વાસે. અને બારણા વચ્ચે ખાટલે નાખીને સૂઈ રહે, તે પણ ચિંતા કેટલી? કોઈ આવશે તે? કઈ લુંટીને બધું લઈ ચાલ્યા જશે તે ? આવી ચિંતામાં ઊંઘ પણ ન આવે.
એક શ્રીમંતે પરસેવો પાડીને, ઘણુના લેહી ચૂસીને, વિશ્વાસઘાત કરીને, દગાપ્રપંચ, છળકપટ, કાળાધોળા કરીને દ્રવ્ય ભેગું કર્યું. હવે આ દ્રવ્યના રક્ષણ માટે એના રૂમની નીચે એક ભેંયરૂ કરાવે છે. ભેંયરામાં જવા માટેના રસ્તા પર એક કરામત બેઠવે છે. એક સ્પ્રિંગ મૂકે છે. જે એના પર પગ મૂકીને જાય તે સ્પ્રીંગ દબાતા સીધા પાછળ ઉડે પાણીને ધરે છે તેમાં ચાલ્યા જાય. અને મૃત્યુને આધીન થઈ જાય. “પંચે. ન્દ્રિયની ઘાત ભલે થાય, પણ મારે પૈસે આબાદ રહે કેટલી અશાંતિ?
સો હજાર કે લાખ કરોડો મળે તેય ના શાંતિ, સોનું રૂપું હીરા હેય પણ દિલમાં સદા અશાંતિ, નિંદરમાં પણ દ્રવ્ય દેખીને ઝબકી જઈએ જાગી, અમે રંગરાગના રાગી, અમે અંગ અંગ અનુરાગી,