________________
મથુરામાં લઈ ગયા અને મરણ વખતે પણ કઈ પાણીને પાનાર ન હતે. તરસે તરફડતાં જીવ ગયે. જરાકુમાર તે માત્ર નિમિત્ત બન્યાં. કારણ ચક્રવતી–બળદેવ-વાસુદેવ-તિર્થંકર આદિનાં નિકાચિત-નિરૂપકમિક આયુષ્ય હોય છે. તેથી આયુષ્ય પૂર્ણ થયા પહેલાં તેઓ કદી મરતાં નથી.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ધન-વૈભવ-વિલાસે કોઈને સ્થિર રહ્યાં નથી. કયારે કર્મને ધક્કો લાગશે અને કયારે કેવી સ્થિતિમાં આવી જઈશું તે કોઈને ખબર નથી. માટે પુણ્યના ઉદયમાં અભિમાની ન બનવું. પુણ્યદય ચાલ્યા ગયા પછી–સંગે પલટાઈ ગયા પછી મનને થાય કે અરે ! અવસર હતું ત્યારે શુભ કર્તવ્ય ન કર્યા ! આ વખત તમારે ન આવે તે માટે સદૈવ ધર્મને જીવનમાં અપનાવે. અમર્યાદિત ઉપભોગ અને પરિભેગને ત્યાગ કરો.
જેમ ભેગવિલાસ વધારે તેમ આરંભ સમારંભ પણું વધારે અને પરિણામે કર્મબંધ વધારે અને દુઃખ પણ વધારે. ભેગની અંદર આસક્ત રહેનાર જીવને નરકની યાતના સહન કરવી પડે છે અને ભેગથી વિરક્ત થનાર સ્વર્ગ અથવા અપવગ એટલે મિક્ષનાં સુખને પામે છે.
જ્ઞાતાધર્મકથામાં રાજકુમાર પુંડરીક અને કુંડરીકનું દૃષ્ટાંત આવે છે. કુંડરીકને સંસારનું સ્વરૂપ સમજાતાં ભોગવિલાસ તરફ નિર્વેદ આવે છે અને મોક્ષ તરફની રૂચિ જાગે છે. રાજ્ય સુખને લાત મારી સંયમને કઠેર માર્ગ સ્વીકારે છે. સાધનાના માર્ગમાં અપૂર્વ ઉલ્લાસસહિત આગળ વધતાં જ્ઞાન, ધ્યાન અને તપની અંદર કાળ વ્યતિત કરે છે. સુંદર સંયમનું આરાધન કરે છે. પુંડરીક રાજ્યની ધુરા હાથમાં લે છે. રાજ્યનાં સુખ ભોગવવા છતાં તેનું હદય ડંખે છે. “મોટાભાઈએ જે માર્ગ લીધે છે તે જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. રાજ્યસુખને અંતે દુઃખ પ્રાપ્ત થવાનું છે.” એમ નિરંતર લાગ્યા કરે છે. જેમ બને તેમ હૈયાને વૈરાગ્યવાસીત બનાવવા પ્રયત્ન કરતાં અનાસક્ત ભેગને કેળવે છે.
ઘણા સમય પછી કંડરીક મુનિનાં શરીરમાં વ્યાધિ ઉત્પન થાય છે. અને પુંડરીકની રાજધાનીમાં આવે છે. રાજા મુનિને માટે યોગ્ય ઉપચાર કરાવે છે. તેમજ શરીર સારું ન થાય ત્યાં સુધી ત્યાં જ સ્થિર થવા વિનંતી કરે છે. લાંબે વખત ત્યાં જ રહેવાથી ભાગ તરફ મુનિનું આકર્ષણ વધે છે. ગુરૂ સાથે શરમે ભરમે વિહાર કર્યો પણ “મને અશક્તિ લાગે છે એમ અસત્યને આશ્રય લઈને પાછળ રહી ગયા અને પુનઃ રાજ્યના ઉદ્યાનમાં આવ્યા. પછી ભાઈને કહે છે. “મારે હવે સંયમની કઠોર સાધના નથી કરવી. રાજ્ય ભેગવવું છે” પુંડરીક રાજા મુનિને સંયમમાં સ્થિર કરવા ઘણાં પ્રયત્ન કરે છે. સંયમથી થતાં લાભ અને લેગ વિલાસથી થતું નુકસાન સમજાવે છે, છતાં મુનિનું મન સ્થિર થતું