________________
નથી. છેવટે મુનિને રાજ્ય પી પુંડરીક મુનિ વેશને ધારણ કરી સંયમ અંગીકાર કરી ચાલી નીકળે છે. કુંડરિક અતિ આસકત બની ભેગે ભોગવે છે. અતિ ભેગને કારણે રોગ ઉત્પન્ન થાય છે. અને ત્રણ દિવસમાં તે મૃત્યુ પામે છે. ત્યાંથી મરી ૩૩ સાગરોપમની સ્થિતિએ સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. અને આ બાજુ પુંડરીક મુની અત્યંત વિશુદ્ધ સંયમની આરાધના કરે છે. તે પણ ત્રણ દિવસમાં કાળધર્મ પામે છે. અને ૩૩ સાગરની સ્થિતિએ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે.
કંડરીક ભેગમાં આસકત બને તે નારકીની તીવ્ર વેદના ભેગવવાનો વખત આવ્યે અને પુંડરીક વિરક્ત બને તે અનુત્તર સુખને પામ્યા. સર્વાર્થ સિદ્ધના દેવતા અવશ્ય એકાવનારી હોય છે, ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષમાં જશે. ભોગને પરિણામે અનેક ગણું દુઃખ ભોગવવું પડે છે. માટે ભેગ-ઉપગની મર્યાદા કરવી અતિ આવશ્યક છે. પાપથી બચવાને આ સુંદર માર્ગ છે. જે જ આ માર્ગે આવશે તેનું અવશ્ય કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન નં...૮૩ આસે વદ ૪ શુકવાર. તા. ૮-૧૦-૭૧
સાતમા વ્રતની વાત ચાલે છે. પંદર કર્માદાન જાણવા પણ આચરવા નહીં. અગ્નિના વ્યાપાર, લાકડાની લાતીના વ્યાપાર, ભાડા ખાવાના વ્યાપાર શ્રાવક ન કરે. અને ઘણુને એમ થાય કે આવડા મોટા ઉપાશ્રય કરાવ્યાં છે પણ કાંઈ ભાડું આવતું નથી. પૈસા સામે જ જેની દૃષ્ટિ છે તે ધર્મ કરી શકતું નથી. ઉપાશ્રયમાં ધર્મ કેટલે થાય છે! પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ વગેરે સંવરની ક્રિયા કેટલી થાય છે. તેના તરફ જતા નથી પણ ઉપર ઉપાશ્રયને હલ અને નીચે દુકાને ઉતારી તે ભાડા આવે તેમ વિચારે છે. ધર્મને પણ વેચવા માંડે છે. પ્રતિકમણ કરાવવાના પણ પૈસા બોલાય છે, પણ
ધર્મ વાડીએ ન નીપજે ધર્મ હાટે ના વેચાય,
ધર્મ વિવેક નિપજે, જે કરીએ તે થાય.” ધર્મ પૈસામાં નથી પણ વિવેકમાં છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ જીવનમાં ઉતારવામાં પૈસાની જરૂર પડતી નથી. ભગવાન, વગર પૈસાને ધર્મ બતાવે છે. આજે ધમની ઠેકડી ઉડાડે છે. જે ધનથી ધર્મ થતું હોય તે ગરીબને ધર્મ કરવાને કલાસ જ ન રહે. ખરે ધમ ધર્મને માટે માથું આપવા તૈયાર થાય. સઘળી રિદ્ધિસિદ્ધિ ઠોકર મારી દે.