________________
કમલબિંદુ સમે ક્ષણિક આ દેહ છે, જીવન ચાલ્યું જશે જેમ વારિ. વખત વીત્યા પછી હાથ ઘસવા પડે, તારી થાશે ગતિ દુખ કારી.
હે ભવ્ય માનવ! પ્રમાદને પરિહરી ઉભે થા! જાગ્રત બન! અને આત્માને પ્રાપ્ત કરવામાં લાગી જા. સત્ય વચન બોલ. જીવનમાં ધર્મને આચર. સુંદર મજાનાં શા તને હસ્તગત થયાં છે, તેનું વાંચન મનન કરો. તેનાથી તારા શોક અને સંતાપ ટળી જશે. કમળપત્ર પર પડેલા બિંદુની માફક આ જીવન ક્ષણિક છે, પાણીના પ્રવાહની જેમ આયુષ્ય કેઈની રાહ જોયા વિના વહયું જાય છે. આવા સુંદર સંગોમાં જાગૃત નહી બને તે આ ટાઈમ પસાર થઈ જશે અને તારે પશ્ચાત્તાપ કરવાનો વખત આવશે અને તું દુર્ગતિને મહેમાન બની જઈશ.
જે ભાવ નિદ્રામાં પિઢલે છે, તેનું જીવન હડકાયા કુતરા જેવું છે. હડકાયા કુતરાને ઘુમરી આવે છે. જે તેની હડફેટમાં આવે તેને બટકા ભરે છે તેમ શ્રીમંતાઈના ગર્વમાં ઉન્મત્ત બનેલ માનવી બધાને બટકા ભરે છે. નેકર, ચાકર, દાસદાસીએ બધાની સાથે અસભ્ય વર્તન રાખે છે. મગજ એટલે બધે ગરમ હોય છે કે તેની સામે કોઈ એક શબ્દ પણ ન બોલી શકે. વળી એ એમ માને કે મારી પાસે અઢળક સંપત્તિ છે, મારે કેની સાડીબાર છે! મારે તેના બાપની પડી છે, પણ એ શ્રીમંત જ્યારે બિમાર પડે છે ત્યારે ડોકટરની સાડીબાર કરવા જવું પડે છે. લેહી ઘટી ગયું છે, ખાધેલી વસ્તુ પચતી નથી, મારા દર્દીને ડોકટર સાહેબ જલ્દી મટાડો” એમ કાકલુદી કરે છે. કેમ ! તારે કોઈની સાડીબાર નહતી તે ડેકટર પાસે કેમ આવવું પડ્યું ?
અભિમાન કોઈનું રહ્યું નથી ત્રખંડના અધિપતિ કૃષ્ણ મહારાજની પાસે મરણ વખતે પાણી પીવા ખ્યાલ નહેતે, તે વખતે બળદેવ પડીયામાં પાણી લઈ આવ્યા, પણ જરા કુમારના બાણથી કૃષ્ણ વીંધાયા અને પાણી પાણી કરતાં મૃત્યુ પામ્યા. દ્વારિકાનગરી બાર જનની લાંબી અને નવ જે જનની પહેળી હતી. તે નગરીને સેનાને ગઢ અને મણીરત્નનાં કાંગરા હતાં. દેવેએ એક રાતમાં બનાવેલી તે નગરી હતી. આવા પુણ્યશાળી મહાપુરૂષનાં ઉદયમાં પણ કેવા કર્મ આવ્યા?
પુન્ય ખસી ઉદયે આવ્યા પા૫ જદુપતિ રાયને, દેખી દ્વારિકા બળતી આજ કહે રે કૃષ્ણભાઈને, ભાઈ આંખ ઉઘાડીને દેખ, બળે રે મંદિર માળીયા,
બળે સ્ત્રીઓ ને પરિવાર, મોટા જેને જાણ્યા.” આખી નગરીને દાહ લાગે છે. જે હાથે વસાવ્યું તે બધું મળી રહ્યું છે. પ્રાણપ્યારી ઓ અગ્નિમાં હેમાઈ રહી છે. ચેતરફ નગરજને કાળી ચીચીયારીઓ પાડી
६२