________________
પરિણતીને પકડે તે કર્મ બંધ ઘણે અલ્પ થાય. ભગવાને ઉત્તરાધ્યયનના ૨હ્મા અધ્યયનમાં કહ્યું છે અgષે મને શી જિં ગળચટ્ટી
અનુપ્રેક્ષા કરવાથી આયુષ્ય વજીને સાત કર્મ ગઢબંધનના હોય તે શીથીલ બંધનના થાય. બહુ કાળની સ્થિતિના હોય તે અલ્પકાળની સ્થિતિવાળા થાય. તિવ્ર રસવાળા હોય તે મંદરસના બને. અને બહુ પ્રદેશના હેય તે અ૯પ પ્રદેશના બને. આયુષ્ય કોઈ બાંધે અથવા ન પણ બાંધે. અશાતા વેદનિય કર્મ વારંવાર ન બાંધે. અને આ ચાર ગતિરૂપ સંસાર અટવીને શીઘ્રતાથી ઉલંઘી જાય.” જીવને અનુપ્રેક્ષા કરવાની ખૂબ જરૂર છે. તમે શું કરે છે તે વિચાર કરજે.
તમારે તે શરીરને પંપાળવું છે. ઈચ્છાને પૂર્ણ કરવી છે. સ્ત્રીઓને શણગારવી છે. આ બધી જરૂરિયાતને પહોંચી વળવા અર્થની (પૈસાની) આવશ્યકતા ઉભી થાય છે. તેને માટે મોટી મોટી ચાલીએ, વખારે, વંડાઓ, ૨૮ માળનાં મકાન બંધાવી ભાડા ખાવા છે. ૨૮ માળનાં મકાને બંધાવતાં, તેના પાયા કેટલાં ઉંડા ગાળવા પડે છે! મશીનથી ધરતીના પેટ ફેડે છે. મકાનના ઉંડા પાયા નાખતાં, કદી વિચાર આવે છે કે મારા આયુષ્યને પાયે કેટલે ઊંડો હશે! મારા નામનાં તે પાંચ માળા છે એમ બે લી ઘણું ગર્વ અનુભવે છે. મકાનનું ભાડું આટલું આવે છે પણ સરકાર કાંઈ રહેવા દેતી નથી. આમ કહી અફસોસ કરે છે. પણ ભાઈ! તેં જેટલું મેળવ્યું તેટલું તું ભોગવી શકવાને છે? ટેક્ષી, કેરીયર, સ્ટીમર, પ્લેન આદિ રાખી ભાડા ખાય છે. પણ શ્રાવકનાં ધંધા આવા ન હોય. મેળવ્યું છે તે બધું મૂકીને એક દિવસ ચાલ્યા જવાનું છે. અને કરેલા આરંભનું પાપ તારે ખાતે મંડાશે. આ શરીર પણ એક ભાડુતી મકાન છે. તેમાં બેઠેલે જીવ તેમાં કાયમ રહેવાનો નથી.
કોને ખબર છે કાલની, દેહતણ દિવાલની, કાચા સુતરના તાર જેવી છે માનવ જિંદગી, તંદ્રા મૂકી દે આજથી, જાગી હવે કર બંદગી ..(૨)કેને ખબર છે!”
આ દેહરૂપી દિવાલ કયાં સુધી ટકશે તે ખબર નથી. શરીર છુટવાના સ્વભાવવાળું છે. “સર્જન એનું વિસર્જન” એ તે વૈજ્ઞાનિક નિયમ છે. એમ જેનો જન્મ તેનું મૃત્યુ અવશ્ય છે. આ જિંદગી કાચા સુતરના તાર જેવી છે. જેવી રીતે તૃણના અગ્રભાગ પર રહેલું પાણીનું બિંદુ, પાણીનું બીજું બિંદુ તેના પર પડતાં અથવા પવનને ઝપાટ લાગતાં નીચે પડી જાય છે. એવી રીતે અજ્ઞાની, અવિવેકી અને પરમાર્થને નહી જાણવાવાળા જીનું જીવન પણ અસ્થિર છે. અજ્ઞાની ક્રૂર કર્મ કરે છે ત્યારે વિચાર નથી કરતો, પણ તેના ફળ જોગવવાનાં આવે છે ત્યારે દુઃખી થાય છે.
બાળજી અલપ છંદગીને જાણતા નથી. એટલે એમ માને છે કે હું અજરઅમર