________________
પાપ સામું જોવાતું નથી. શ્રાવક હોય તે લાતીઓને વ્યાપાર પણ ન કરે. સાડીકમે = શ્રાવક વસ્તુને સોડ કરે નહીં. તેમજ સોડ કરેલી વસ્તુ વાપરે નહીં. કુમારીકાસવ, દ્રાક્ષાસવ વગેરેમાં સોડ કરાય છે. આસવ એટલે દારૂ છે. આ બધાને બાર બાર મહીના સુધી સોડ કરે છે. તેમાં અનેક જીની ઉત્પત્તિ થાય છે. માટે તે ન વાપરવું જોઈએ. બેળો નાખેલી વસ્તુ જેમકે જલેબી, ઘણા બૈરાએ ઢોકળાને બળે પણ રાત્રે નાખે છે. જીભનાં સ્વાદને પોષવા માટે છે અનેક પ્રકારનાં પાપ કરે છે. પણ જે છ સમજેલા છે તે પાપ કરતાં અચકાય છે. તમે સાચા શ્રાવક છે તે તમારી એક એક પ્રવૃત્તિનું બારીકાઈથી નિરીક્ષણ કરજે. જેટલું પાપથી બચાય તેટલા બચવા પ્રયત્ન કરજે. તે અવશ્ય કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન...૮૨
આસો વદ ૩ ગુરૂવાર તા. ૭-૧૦-૭ી
ભગવાન બતાવે છે કે જ્યાં સુધી જીવ ભેગપગની મર્યાદામાં આવતું નથી ત્યાં સુધી પિતાના જીવનમાં તેને પ્રગટ કરી શકો નથી.
જેનું જીવન ભેગ અને વિલાસમાં જ વ્યતિત થાય છે તેને જીવનની કઈ કિંમત નથી. ભેગી માણસ હંમેશા અસંતેષી રહે છે. ઘણી વાર એવું પણ થાય છે કે જ્યાં સુધી ઈચ્છિત ભંગ નથી મળતાં ત્યાં સુધી તેનું આકર્ષણ રહે છે. પણ પ્રાપ્ત થતાં તેની કોઈ કિંમત રહેતી નથી. કુલ છોડવા પર હોય ત્યાં સુધી સુંદર દેખાય છે, પણ તેને ચૂંટી લેવામાં આવે પછી થોડી વારમાં તેનું તેજ-સૌંદર્ય હણાઈ જાય છે.
આજે માનવ દુન્યવી પદાર્થો મેળવવામાં આત્માને ગુમાવી બેસે છે. જરૂરિયાત એટલી બધી વધારી મૂકી છે કે તે મેળવતાં નાકે દમ આવી જાય છે. અને ઈચ્છિત વસ્તુ મળે છે ત્યારે out of date . જરીપુરાણી થઈ ગઈ હોય છે. ફેશન અને ફેશનમોડેલો કેલેન્ડરના પાનાની જેમ બદલાય છે. વળી ભેગોથી ક્ષણમાત્રનું સુખ મળે છે. તેને ભોગવવા જતાં લાંબા કાળનાં દુઃખમાં જીવને સબડવું પડે છે.
અહીં સાતમા વ્રતનું સ્વરૂપ સમજાવાય છે. ઉપભોગ પરિગ પરિમાણ વ્રત બે પ્રકારનું છે.