________________
મની બેગમાં શું ભરે? કાંકરા કે હીરા? પથ્થર કે પૈસા? કચરે કે કોહીનૂર? એમ મન એ મની-બેગ છે. તેમાં સદ્ વિચારના અણમોલ મોતી ભરશે કે ખરાબ વિચારનાં કચરા ! મનની ખૂબ સંભાળ લે.
કોઈ એક માણસ સાતસો રૂપિયાનું ઘડિયાળ હાથે બાંધીને નીકળે. એવામાં વરસાદ આવવા માંડે. “જો ઘડીયાળમાં પાણી જશે તે કાંટાને કાટ લાગી જશે, એમ વિચારી ઘડીયાળ ઉપર રૂમાલ બાંધે છે. એમાં કેઈએ પૂછયું કેમ કાંઈ વાગ્યું છે? તે કહે, ના, રે, ના, આ તે જરા વરસાદ આવે છે ને, એટલે ઘડીયાળ ન બગડે માટે રૂમાલ બાંધે છે. એમ મનનું ઘડિયાળ ન બગડે એના માટે શું કરે છે મનને વાળવા માટેની રીત સમજે. એક પુત્ર તેના પિતા સાથે બજારમાં જઈ રહ્યો છે. રસ્તામાં રમકડાની દુકાન જોઈ બાળક રડવા લાગ્યું. “મને રમકડું અપાવે.” પિતા કહે, ચાલ અપાવું. એમ કહી તે પિતા બાળકને ક દઈની દુકાને લઈ ગયે. અને બાળકને મનગમતી વસ્તુ અપાવી. એટલે બાળક રમકડાને ભૂલી ગયે. આપણું મન પણ બાળક જેવું છે. તેને વાળતાં આવડવું. જોઈએ. મનને લેભાવનારા પૌગલિક પદાર્થો તરફથી મનને ઉઠાવી લઈ અનંત સુખના સ્વામી બનાવે એવા ધર્મમાં મનને લગાવી દે. ચક્રવતી પાસે કેટલી રિદ્ધિ હતી? છતાં તેને છોડી દીધી. વળી દશે ચક્રવતી, રાજ્ય રમણી રિદ્ધિ છોડ, દશે મુકતે પહેચા, કુળની શેભા ચડ”
જે ચક્રવર્તીએ રાજ્ય-રમણ, રિદ્ધિ-સિદ્ધિ છેડીને ત્યાગને માગે ગયાં, તે શિવ-રમણીના સ્વામી બન્યા ને બ્રહ્મદત્ત તથા શંભુ ચકી ભેગોમાં મોજ માણું સંસારને ત્યાગી ન શક્યાં, તે સાતમી નરકે ગયા. આ બન્ને પ્રસંગે આપણને શું સૂચવે છે ! ભોગવિલાસની તૃષ્ણા નરકના દ્વાર દેખાડે છે. અને ભેગાને ત્યાગ મેક્ષે પહોંચાડે છે. જે તમે ખરેખર મોક્ષાથી હે તે મન પર કાબુ મેળવે. સદાચાર, સદ્દવિચાર અને સત્સંગથી મનને વળાંક આપી શકાય છે.
મખમલ શી કોમળ હૈયા અને સુંવાળા સુખે છોડી, સ્વજનના મહને મારી જેણે વેચ્છાએ પંચ મહાવ્રત લીધા છે, એવા અણગારને સમાગમ કરે, જેથી સન્માર્ગે જવાને પ્રકાશ લાધે.
હૃદય ટુકડા કરી નાંખે છે સંતની વાણી,
પત્થરને પીગળાવી નાખે રે સંતની વાણી.” સંતની વાણી હદયની આરપાર ઉતરી જાય છે. પાષાણ જેવાને પણ પીગળાવે છે. એવી સંતની વાણી સાંભળી ધર્મને જીવનમાં અપનાવે, ધર્મમાં વાયદા ન હોય, કારણ કે આયુષ્યને ભરોસો નથી. જે જીએ ધર્મ માગે સાધના કરી તે તરી ગયા છે ને