________________
उच्चालइय निहणिसु अदुवा आसणाउ खलइंसु । वोपटुकाय पणयाऽऽसी दुखं सहे भगवं अपडिन्ने ।
આચારંગ અ. ૯. ઉ. ૩ ગા. ૧૨ અનાર્ય લેકે ભગવાનને ઉંચા ઉપાડીને નીચે જમીન પર પછાડતા, ક્યારેક તે દહાસન પર અથવા વિરાસન પર ધ્યાનમાં મસ્ત હેય તે ધક્કા દઈને જમીન પર પાડી દેતાં. તે પણ કષ્ટ સહિષ્ણુ ભગવાન શરીર પરનું મમત્વ દૂર કરી પરિસને સહન કરતા. ભગવાનને અડગ નિર્ણય હતું કે હવે મારે શરીરની સંભાળ ન કરવી.
“ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહિ મનને પ્રસન્ન ભાવ જો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જે અપૂર્વ.”
ભગવાને ઘોર તપશ્ચર્યામાં અનેક પ્રકારના ઉગ્ર તપ કર્યા. જેણે મમતાને મારી નાખી છે, સમતાને ધારણ કરી છે એ તપ કરે પણ મનને જરાય તાપ ઉપજે નહીં. અજ્ઞાની તે સરસ આહાર મળે તે પ્રસન્ન ભાવ થાય. પ્રભુને મન તે પરમાણુ અને વૈમાનિકની રિદ્ધિ બંને સરખા છે. બધા પુદ્ગલરૂપ છે. પુદ્ગલને સ્વભાવ જ સડાપડન અને વિધ્વંસન છે. આ ઔદારિક શરીર પણ ગળવા-મળવાના સ્વભાવવાળું છે, તે પછી ક્ષણભંગુર શરીરને પણ મેહ શે? શરીર કાદવની કેડી છે. કુટેલ હાંડલા જેવું છે, તેમાં ગમે તેટલું નાખે પણ ભરાય નહિં, જેને માત્ર આત્મ-સાધના જ કરવી છે તે એક ક્ષણ પણ આળસમાં વિતાવે નહી. શરીર પર કે પદગલિક પદાર્થ પર આસક્તિ રાખે નહી. તમારે ભોગઉપભેગનું પરિમાણુ ખરૂ? જે સત્સંગમાં આવી જાય તેની તે રોનક જ ફરી જાય છે. લીલાં લાકડાં અથવા તે લીલા લીમડાને ધુમાડો કઈને ગમતું નથી. તેનાથી આંખ બળી જાય છે. ગુંગળામણ થાય છે. તેમ સાંસારિક જી પાસે અનેક જાતના ધુમાડા છે અને તેનાથી અનેક જાતની ગુંગળામણ ઉભી થાય છે. જ્યારે સત્સંગ એ અગરબત્તીને ધુમાડો છે. જેમાં સુવાસ છે. સત્સંગ પાસે આવી સગુણની સુવાસ મેળવે. પ્રભુ મહાવીરના જીવન સામે દષ્ટિ કરે. જ્યાં તારક પિતાનું જીવન અને કયાં આપણું જેવા પામરનું જીવન હું પામર શું કરી શકું એ નથી વિવેક, ચરણ શરણુ ધીરજ નથી, મરણ સુધીની છે, અચિંત્ય તુજ મહામ્યને નથી પ્રકુલિત ભાવ, અંશ ને એકે નેહને, નમળે પરમ પ્રભાવ.
હે પ્રભુ મારી વ્યથાની કથા શું કહ્યું કે તારે અચિંત્ય મહિમા! કેવી તારી સાધનાની તાલાવેલી ? તમે ત્રીસ વર્ષની ભરયૌવન વયમાં સોહામણું સંસારને ત્યાગ કર્યો અને એજ સંસારમાં હું લોભાયે. આપણું મન ક્યાં ભટકી રહ્યું છે? તે કેવાં કેવાં પાપ બાંધે છે? માટે મનને એકાગ્ર કરી દુષ્ટ વિચારોને ત્યાગ કરે. મન એ વિચાર કરવાનું મશીન છે. પાંચ ઈન્દ્રિય કરતાં મનની કિંમત વધારે છે, તે ગટર જેવા ગંદા વિચાર કરશે કે અત્તર જેવા સુવાસિત ? તમારા વિચારોમાં ખુશ છે કે બદ ?