________________
વ્યાખ્યાન.૮૧ આસે વદ ર ને બુધવાર તા. ૬-૧૦-૭૧
ભગવાન મહાવીર સ્વામીએ ચતુગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવાત્માને ધમને સુંદર માર્ગ બતાવ્યો છે. જે જીવ આ ધર્મની આરાધના અને ઉપાસના કરે છે તે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે. જો આ સંસારની અટવીનું સુખ રૂપ ઉલંઘન કરવું હોય તે ધર્મનું ભાતું બાંધે. તમારે પરદેશ જવું હોય તે ભાતું સાથે લઈ જાય છે ને? અને ભાતું ન લઈ જાવ તો તમારી મુસાફરી સુખરૂપ થતી નથી. તેમ ભગવાન કહે છે. अप्पाण जो महंतंतु अपाहेलो पवई । गच्छन्तो सो दुही होइ छुहा तवहाए पीडिओ। एव धम्म अकाउण', जो गछई उपर भव । गच्छन्तो सेो दही हाइ वाहिरेरागेही पीडीओ।
માટી અટવી ઉલંધનારની પાસે ભાતું ન હોય તે તે દુઃખી થાય છે. ક્ષુધા તૃષાથી પીડાય છે. એવી રીતે ધર્મ નહીં કરનાર જીવ પરભવમાં જતે થકો દુઃખી થાય છે. અને વ્યાધિ તથા રોગથી પીડાય છે. જે ધર્મનું ભાતું લઈને જાય છે, તે અલ્પકમ અને અલ્પવેદનાવાળા થાય છે. દેવેને પણ દુર્લભ એ માનવને ભવ મળે છે, પણ ધર્મની કિંમત સમજાણી નથી. કુકડો ઉકરડા પર જાય છે. અને કચરાને ઢગલે ફેંદી ફેંદી તેમાંથી એઠવાડના દાણા શેધે છે. તેને શોધતાં શોધતાં હીરાકણું મોઢામાં આવી જાય તે તે છોડી દે છે, કારણ કે તેને હીરાકણીની કિંમત સમજાણ નથી, તેમ એઠવાડના દાણા જેવા ભૌતિક પદાર્થો છે અને હીરાકણી જે મહામૂલો ધર્મ છે. જેને હીરાકણી જેવા મહામૂલા ધર્મની કિંમત સમજાણ નથી, એવા છે એઠવાડને ચુંથ્યા કરે છે. હીરાકણું સમાન ધર્મ છે. તેના બે પ્રકાર છે. આગાર ધર્મ અને અણગારધર્મ. જીવન એક સંગ્રામ છે. કેટલાંક જીવ સર્વસ્વ અર્પણ કરીને કમની સામે ભીષણ સંગ્રામ ખેલે છે. એ સાધુપણું છે અને કેટલાક કર્મની સામે સંગ્રામ ખેલવાની તૈયારી કરે છે એ શ્રાવકપણું છે. દેશથી વ્રત કરે તે શ્રાવક,
ભગવાન નેમનાથ નિષધકુમારને સાતમું ભેગે પગ પરિમાણ વ્રત સમજાવી રહ્યા છે. ભોગથી રંગ વધે. જીવને ખાવાની તૃષ્ણા કેટલી છે? તમે દિવસમાં કેટલી વાર ખાએ છે? સવારે, બપોરે, સાંજે, હાલતાં ચાલતાં ખાવાની ટેવ ખરી? અગાઉના માણસ ફક્ત બેવાર જ જમતાં. અને અત્યારે તે નાસ્તાની રેંકડી જુએ ત્યાં ખાવા ઉભા રહી જાય. રેસ્ટોરાં પાસેથી નીકળે, મઘમઘતી સુગંધ આવે તે તેમાં મનગમતા પદાર્થો ખાવા બેસી જાય. પેટને કયારેય આરામ આપે છે? ભૂખ વગર પેટમાં ઘટીની જેમ એ કરવાથી રોગ થાય છે અને સુધા શમતી નથી,