________________
(૭) વણ્યવિહેં–તમે એક જડથી વધારે કપડાં પહેરે ખરાં? ઉપરાઉપરી પહેરી શકે? દિવસમાં ત્રણવાર બદલાવો તો ત્રણ જોડથી વધારે ન પહેરવા. (૮) વિલેવણુવિહં વિલેપન કરવાની વસ્તુની મર્યાદા (૯) પુષ્કવિહં = પુષ્પની મર્યાદા. આગળના શ્રાવકો પુષ્પહાર અને કરંટ પુષ્પનું છત્ર રાખતાં એટલે પુષ્પની મર્યાદા. (૧) આભરણુવિહં = ઘરેણાની મર્યાદા. (૧૧) ધૂપવિહં = કપડાંને, મકાનને ધૂપ કરે પડે તે અધાળ કે નવટાંક વાપરવાની મર્યાદા. (૧૨) પેજવિહં = પીવાની વસ્તુ ઔષધ વગેરેની મર્યાદા. (૧૩) ભમ્મવિહં = સુખડી પ્રમુખની મર્યાદા. (૧) ઉદનવિહં = ચખા વિગેરેની મર્યાદા (૧૫) સુવિહં = કઠોળની મર્યાદા (૧૬) વિષયવિહં = ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ-સાકર વિગેરે વિષયમાંથી અમુક વિગયને ત્યાગ. (૧૭) શાકવિહં = લિલેરી શાકની મર્યાદા (૧૮) મહુરવિહં = મેવાની મર્યાદા (૧૯) જમણુવિહં = અમુક વખતે આટલી વસ્તુ ખાવી તે. (૨૦) પાણીવિહં = આખા દિવસમાં આટલું પાણી પીવું. (૨૧) મુખવાસવિહં = મુખવાસ, સોપારી આદિની મર્યાદા. (૨૨) વાહનવિહં = વાહન, મોટર-ગાડી, વગેરેની મર્યાદા. (૨૩) વાહિનીવિહં = પગરખાંની મર્યાદા. એક ઉપર બીજા નથી પહેરાતાં તે આખા વરસમાં એક બે જેડની છુટી ને છવાઈ જાય તે લેવાની છુટ રાખી પચ્ચખાણ કરી શકાય. (૨૪) સયણવિહં = શય્યા, પલંગ, આદિની મર્યાદા. (૨૫) સચિત્તવિહં = સચેત વસ્તુની મર્યાદા. (૨૬) દધ્વવિહં = બીજા દ્રવ્ય એટલે પદાર્થોની મર્યાદા. એ ૨૬ બેલની મર્યાદા થાય તેટલા પ્રમાણમાં કરવી તથા સચિત્તાહારે-કાચી વનસ્પતિ, કાચું-મીઠું, કાચી ચેંબર વગેરે ન ખાવા. સચિત્તપડિબદ્ધાહારે-સચેત સાથે લાગેલી વસ્તુ જેમકે ઝાડની છાલને ગુંદર જે ચેટે હેય તે. મુસંબીની ચીર ખાતાં બી આવી જાય. વગેરે સંઘઢાવાળું ન ખાવું. અપેલિઓ સઈ ભખણીયા-અ૫ પકવ, ખારિયા, કાચું પાકું શાક વિગેરે ન ખાવા. દુપોલિસઈ ભખણીયા-દુષ્ટ રીતે પકવેલું હોય, જેમકે રીંગણા, ગેટલા, સકરિયા વગેરે ભડથા કરેલા હોય તેવા ન વાપરવા. તુ સઈ ભખણીયા-ખાવું થોડું ને નાખી દેવું ઝાઝુંએવી વસ્તુ, જેમકે સીતાફળ, શેરડી, બોર વગેરે ન ખાવા. આ પાંચ ભેજનના અતિચાર છે અને કમ્મઉણું = વ્યાપારના પંદર અતિચાર છે તે જાણવા જોઈએ પણ આચરવા નહિં, જેમાં શેકબંધ કર્મ બંધાય છે. એવા વ્યાપાર શ્રાવકે કરવા એગ્ય નથી, તે એ વ્યાપાર કઈ જાતના છે તે અવસરે કહેવાશે.