________________
૪૭૦
પછી તારી કને શું માગીએ વીતરાગી, શું માગીએ વીતરાગી !
અમે નથી તૃષ્ણા રે ત્યાગી, નથી લગન કંઈ લાગી, પછી...” સ, હજાર, લાખ, કોડ કેટલા રૂપિયા મળે તે શાંતિ થાય ? સોના રૂપાની પાટે ને પાટો મળે, સેનાનું આભરણ કરાવી સ્ત્રીને મઢાય એટલું દ્રવ્ય મળી જાય તે દિલમાં શાંતિ થાય? ના, એરકંડીશન રૂમ હોય, શીતળ વાતાવરણમાં બેઠા હોય તેય તનમાં તાપ છે કે ટાઢક છે? ઉપર પંખા ફરતા હોય અને હૈયામાં તૃષ્ણની હોળી સળગે છે. સાધક કહે છે હે ભગવાન! કેવું આજ સુધીનું મેં જીવન વીતાવ્યું છે. મારી જીંદગીમાં તારી પાસે માગવા જેવું કઈ રહ્યું નથી. કારણ કે વૈભને તે વિનાશી માની છડયા એને જ હું અવિનાશી માની ઝંખી રહ્યો છું. તમને આવા વિચાર કદી આવે છે? અતિ સંગ્રહનું પરિણામ બહુ ભયંકર છે. કુગે હવાને સંગ્રહ કરીને ઉપર ઉડે છે. જે હવા મર્યાદિત ભરી હોય તે તેને હવા ઉડવામાં મદદ કરે છેસ્વચ્છ નભમંડળમાં ઉડ્ડયન કરવાનું બળ આપે છે. પણ મર્યાદા કરતાં વધારે ભરવામાં આવે તે ફુગાનું જીવન પુરૂં થઈ જાય છે. દાળ-શાકમાં પણ મીઠું મર્યાદા કરતાં વધારે નાંખવામાં આવે તે એને સ્વાદ બગડી જાય છે. તેમ પરિગ્રહને અતિ સંગ્રહ અશાંતિને નેતરે છે. પેલા શ્રીમંત મખમલની તળાઈમાં મીઠી નિંદરમાં સોડ તાણીને સૂતા છે. ત્યાં સ્વપ્ન આવે છે. અરે ! ઘરમાં ચોર આવ્યા છે. મોઢે બુકાના બાંધ્યા છે. હાથમાં મોટી ડાંગ ને પગમાં મોટાં પગરખાં પહેર્યા છે. આ ભેંયરામાં ગયા. જયાં પરિગ્રહ છે ત્યાં માનવી ભયબ્રાન્ત રહે છે. મારૂં બધું લઈ જશે તે? પછી મારું શું થશે? એનું કેટલું બધું દુઃખ થાય? તેમ
મેં અઠ્ઠાઈ, માસખમણ વિગેરે તપસ્યા કરી છે. તે ક્રોધ આવીને લૂંટ ન ચલાવે” એનું ધ્યાન રાખે છે? જરા ક્રોધ આવી જશે તે કરી કમાણી ખલાસ થઈ જશે. તારૂપી રૂ અને ક્રોધરૂપી તણખે છે. પૈસા જાય એનું દુઃખ છે પણ ક્રોધે આવીને ક્ષમા ઉપર લૂંટ ચલાવી એનું દુઃખ થાય છે? શ્રીમંતને ઉંઘમાં સ્વપ્ન આવ્યું છે. ચેરને જુએ છે. અરે! મારી જીંદગી આખીની કમાણી લઈ જશે. એકદમ ઉંઘમાં ને ઉંઘમાં ઉભે થઈ સીધે ભેંયરામાં દેડ. ઉતાવળમાં લાઈટ લીધી નથી, ઘેર અંધકાર છે. એને જ પગ સ્પ્રીંગ પર પડે ને સીધે ધરામાં પડે અને તેના જ રામ રમી ગયા.
શ્રીમંત પિતાની જ કરામતને પિતે ભેગ બને. પૈસાથી બાહ્ય સામગ્રી મળશે. પણ આધ્યાત્મિક સુખ પૈસાથી નથી મળતું. છ ખંડના અધિપતિ ભરત ચક્રવર્તીએ પગલિક પદાર્થો પરથી દષ્ટિ ઉઠાવી આત્મામાં ઉપગ મૂક્યું હશે ત્યારે જ કેવળજ્ઞાન -દર્શન પ્રાપ્ત થયું હશે ને? આજે શું મનાય છે? જેના જીવનમાં સદ્ગુણે હેય પણ પિસે નહિ હેય તે તેની પાસે કાંઈ જ નથી પરંતુ ખરી રીતે તે જે શ્રીમંત પાસે નથી તે એની પાસે છે. સદ્દગુણ આ ભવમાં અને પરભવમાં સુખ આપનાર છે.