________________
બાર હજારને ખાડે પડી જાય. માટે તમારાથી ન થતું હોય તે એકાદ માણસ રાખી લેજે, પણ હું નહીં આવી શકે. માબાપ એ સમાચાર સાંભળી આંસુ સારે છે. રાતદિવસના ઉજાગરા વેઠી, લાંઘણે કરી જે બાળકોને મોટો કર્યા એ જ મોટા થતાં પૈસા હાથમાં આવતાં કેવા ફરી જાય છે? આ અવળી બુદ્ધિ કોણે કરાવે છે? પૈસા પ્રત્યેને મમત્વભાવ. પૈસાથી આત્મતત્વ હણાય છે. પૈસા કમાઈને આવે તે મા લાપસીનું આંધણ મૂકે, આનંદમંગલ મનાવે. પણ તારા આત્માનું શું? શ્રીમંતપુત્રને મા બેલાવતા પણ અચકાય છે. એક બાજુ બેસીને વાત પણ ન કરી શકે. ભાઈની તે બીક લાગે, પણ ભાઈની શેઠાણીનીયે બીક લાગે. કંઈક બોલીશ તે રહેવું ભારે થઈ પડશે. કે ભાઈમાં અહંકાર આવ્યા કે બોલાવાય નહિ. જ્યાં જ્યાં ધુમાડે ત્યાં ત્યાં અગ્નિ, એમ જ્યાં દ્રવ્ય ત્યાં અહંકાર આવે છે. દ્રવ્ય અનેક દુર્ગને નિમંત્રે છે.
આત્મ કલ્યાણના કાર્યમાં પણ પૈસે વિક્ષેપ પાડે છે. શ્રીમંતને પૂછે કે કેમ વ્યાખ્યાનમાં નથી આવતા ? તે કહે, અમે પણ માનીએ છીએ કે આવવું જોઈએ, પણ ધંધાને લીધે આવી શકાતું નથી.
દ્રવ્ય નિરાંતે ઊંઘવા પણ દેતું નથી. રાત અને દિવસ તેને સાચવવાની ફિકર રહે છે. લાખ રૂા. ખિસ્સામાં લઈને જતા હોય તે કેટલી ચિંતાઓ? કોઈ લઈ નહિ જાય ને ? ખિસ કપાશે નહિ ને ? બેંકમાંથી પૈસા લઈને નીકળ્યા, ગુંડાએ ધ્યાન રાખ્યું કે બેંકમાંથી નીકળે છે. પાછળ જઈને લાગ મળતાં વચ્ચે જ ગુંદી નાખે અને પૈસા પડાવી ભે. પયુંષણમાં દાગીના પહેરવા લાવ્યા તે જલ્દી ખાનામાં મૂકી આવીયે એમ થાય ને? આટલે ભય છતાં લક્ષમીને પૂજારી બની લક્ષ્મીની જ આરતી ઉતારે છે, પણ લક્ષમી સાથે આવવાની નથી, માત્ર સગુણ સાથે આવશે.
અવગુણને ટાળી, સદગુણે અપનાવે. મનુષ્ય ક્ષેત્રમાં કાંઈક સત્કર્મનાં વાવણીયા કરે, તે તેનું સારૂં ફળ મેળવી શકશે. શેઠે જે ધનની રક્ષા માટે સ્પ્રિંગ કરાવી હતી તેને જ પિતે ભેગ બને અને ઉંડા ધરામાં ઢસડાઈ ગયો. પિતે જ મરણને શરણે થયે. ૭૦ મણની શીલા પર્વત પર ચડાવવી મુશ્કેલ છે. પણ ઉપરથી પાડવી સહેલ છે. તેમ ધન ભેગું કરવું મુશ્કેલ છે પણ છોડવું સહેલું છે. જ્યાં અર્થની બેલબોલા છે ત્યાં બીચારી અપરિગ્રહ વૃત્તિ ઉપેક્ષિત વિધવાની જેમ એક ખુણામાં અસહાય બનીને બેસી જાય છે, પછી તેની મમત્વ વૃત્તિ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ હનુમાનના પુછડાની જેમ લાંબી ને લાંબી વધતી જાય છે.
ભગવાન નેમનાથની આ વાણી નિષકુમાર માટે સુખ અને શાંતિનું વરદાન લઈને આવી છે. અપરિગ્રહ વૃત્તિ, સમગ્ર સંસારમાં છવાયેલ વિષમતા, અનૈતિક્તા, સંગ્રહવૃત્તિ અને લાલસાના અંધકારને દૂર કરવા માટે પ્રકાશનું કામ કરે છે. વિશ્વના સર્વ પ્રાણીઓને