________________
४७४ આનંદથી જીવવાનું શિખડાવે છે. અપરિગ્રહવૃત્તિ એ નિર્ભયતા અને નિસંગતાનું પ્રવેશદ્વાર છે. સંતોષના સુરમ્ય ઉદ્યાનમાં માનવીને વિશ્રાંતિ આપનારી છે. વિષમતાને કિટાણુઓને અને સ્વાર્થ રૂપી ક્ષયના જંતુઓનો નાશ કરનારી છે. અપરિગ્રહ વૃત્તિમાં જે સુખ છે, આનંદ છે, આધ્યાત્મિક આહૂલાદ છે તે સ્વર્ગના દેવોને પણ દુર્લભ છે,
વ્યાખ્યાન નં.૮૦ સુદ ૧૫ ને સેમવાર તા. ૪-૧૦-૭૧
આ
દયાનિધિ, કૃપાવતાર ભગવાને સિદ્ધાંતથી સમજાવ્યા. અહીં બલભદ્રના પુત્ર નિષધકુમારને અધિકાર ચાલે છે. જેને પચાસ અપ્સરા જેવી પત્નીઓ છે, જેની પાસે વૈભવને પાર નથી પણ ત્રિલોકીનાથ ભગવાન નેમનાથના વૈભવ પાસે એને એને વભવ છઓખાના ફેતરા જેવું લાગે છે. એટલે નિષકુમાર વિચારે છે કે અપનાવવા જે તે અણગાર ધર્મ છે. સાધુપણામાં જે સાધના થઈ શકે છે તે સંસારાવસ્થામાં થઈ શકતી નથી. સંસારી જી ધારે કે આજે પાખી છે ને પોષે કરવા જવું છે ત્યાં જ સંબંધીને ફિન આવે કે સાદડી છે એટલે પિષ ન થઈ શકે ને સાદડીમાં જવું પડે. ધર્મ આરાધના માટે સંસારથી છુટી આત્મસમર્પણ કરવું જોઈએ. તન, મન, ધન બધું ધર્મ માટે સમર્પણ કરવું જોઈએ. ધમી જીવ શરીરને પંપાળે નહીં. ધર્મ સાધનામાં કાયાને કચડી નાંખે. ને શરીરની સુકવણું કરી આત્માને લાછમ બનાવે. કાઉસગ્ગમાં ચપળતા ન લાવે. ખાલી ચડી જાય તે પણ શરીરને સ્થિર રાખે, જીવે પરવશપણે ઘણું સહન કર્યું છે. પણ જે વાધીનતાએ સહન કરે તે કર્મના થક ઉડી જાય, શરીર ખાતર બધું સહન કરે. મંદવાડ આવે ને ડોકટર કે વૈદ કહે તે પ્રમાણે ચરી પાળે, ડાયાબીટીસવાળાને ભાત ન ખવાય તે ન ખાય. શું એ ત્યાગથી નિર્જરા થશે? નહિ થાય. આત્મકલ્યાણના લક્ષે ભાવતું છોડી દયે. દરેક વસ્તુમાં મર્યાદા રાખે. જે મર્યાદાને ઉલંઘતે નથી તે અતિચારાથી બચી જાય છે. પાંચમા વ્રતના અતિચાર જાણવા જેઈએ પણ આચરવા નહિ. ઉઘાડીહાંકી જમીન, સુવર્ણ, રૂપું, ધન-ધાન્ય, બેપગા-ચૌપગ અને ઘરની ઘરવખરીની જે મર્યાદા કરી હોય તેનું ઉલ્લંઘન ન કરે. જે ઉલ્લંઘન થાય તે અતિચાર લાગે, માટે સાવધાની રાખવી જોઈએ.
છઠું વ્રત દિશાપરિમાણુનું છે. તેને છઠું અણુવ્રત ન કહેવાય. “પંચન્હમાશુવયાણું, તિરૂં ગુણવ્વાણું. ચઉન્હેં સિખાવયાણું” મહાવ્રતથી અણુ એટલે નાના. મહાવ્રતમાં