________________
જેટ
માનવને સ્થિર-શાંત અને સતાષી બનવાની છે. ઇન્દ્રિય પર જય મેળવાય તે અસખ્ય જરુરિયાતાના અંત આવે અને તેનાથી તૃષ્ણાના નાશ થાય અને તૃપ્તિને જીવનમાં સ્થાન મળે. વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન...૭૯
આસા સુદ ૧૪ને રવિવાર તા. ૩-૧૦-૭૧
ભગવાન નેમનાથ, શ્રાવકના ખાર વ્રતના પાંચ અણુવ્રતમાં પાંચમા વ્રતની વાત પેાતાની મધુર વાણીથી સમજાવી રહ્યા છે. પરિગ્રઢુના અથ ઈચ્છા, લાલસા, આકાંક્ષા, તૃષ્ણા, મમત્વ, કામના છે. ઈચ્છા એટલે આર’ભ. અને મમત્વ એટલે પરિગ્રહ, એક ભિક્ષુક છે. તેના એક હાથમાં ચપણીયુ' છે. ખીજા હાથમાં દંડ છે. અને હાથ લખાવી લખાવીને માગી રહ્યો છે, દેજો માબાપ ! અટકુ રોટલે જેની પાસે ખાવા રોટલેા નથી, સુવા એટલે નથી, છતાં બધુ' મેળવવાની ઇચ્છા છે. એટલે ભગવાન કહે છે તે મહાઆરભી અને મહાપરિગ્રહી છે. અને છ ખંડના અધિપતિ પાસે છ ખંડે, નવ નિધાન, ચૌદ રત્ન, ચેારાશી લાખ રથ, હાથી, ઘેાડા અને છન્તુ ક્રેાડ પાયદળ વગેરે કેટલા બધા પુણ્યના ઠઠારો છે, પણ જો તેમાં તેને તીવ્ર આસક્તિ નથી તા તે પારભી અને અલ્પ પરિગ્રહી છે. કારણ કે તે સમ્યક્ દૃષ્ટિ છે. આસક્તિ ત્યાં મૂર્છાભાવ છે. ભરતચક્રીને રિદ્ધિ-સિદ્ધિમાં અનંતાનુબંધી જન્ય મમત્વભાવ નહેાતા, તેથી કાળાંતરે ચારિત્ર મેાહને પાતળા પાડતાં પાડતાં, અનિત્ય ભાવના ભાવતાં ભાવતાં એક દિવસ અરિક્ષાભુવનમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયુ હતુ.... પરિગ્રઢ બે જાતના છે. ખાદ્ય અને અભ્યંતર. બાહ્ય પરિગ્રહ નવ જાતના છે. ઘર, ખેતર, પ્રમુખ ઢાંકી તથા ઉઘાડી જમીન, સેાનું-રૂપ, ધન-ધાન્ય, દ્રુપદ ચતુષ્પદ અને ઘરની ઘરવખરી આદિ છે, અભ્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારના છે. તે અનંતાનુબ'ધી, અપ્રત્યાખ્યાની–પ્રત્યાખ્યાની અને સ ંજવલન આ ચાર ચાકડી એટલે ૧૬ કષાય અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રી-પુરૂષ, નપુસકવેદ, આ બધાને નાકષાય કહેવાય છે. કષાયને જન્મ આપનાર
નાકષાય છે.
પરિગ્રહ સવ અનર્થનું મૂળ છે. પરિગ્રહવૃત્તિવાળા માનવ અનેક ચિંતારૂપી ચક્રોમાં સાયેલા રહે છે. પરિગ્રહવૃત્તિ જીવન માટે અભિશાપ છે. જેનામાં સંગ્રહવૃત્તિ આવી તેના