________________
ભાષાના પ્રયોગ પણ કેવી રીતે કરો ! મારૂ શરીર, મારૂ શરીર એટલે હું' જુદો અને શરીર જુદું. હું તે શરીર એમ કેાઈ ખેલતું નથી. હવે શરીર તે આત્મદેવને નિવાસ કરવાનું એક સ્થાન છે. મકાન છે. મકાનને કોઈ આંગળી ચીધે અથવા કાંઈ કહે તા તું લાલપીળા કેમ થઈ જાય છે? આત્મા તા જુદો છે. આત્મા તે તું છે. ગાળ દેનાર તા આત્માને ઓળખતા પણ નથી. અને જેને કાળ ન પડેાંચે તેને ગાળ કેવી રીતે પહેાંચે ? આત્મા અને જડપદાર્થાંનું ભેદ વિજ્ઞાન કરે, ઉ’ડું અવલેાકન કરા, મથન ચલાવા. આ શરીર નાવા રૂપ છે. જીવ નાવિક છે, જો નાવમાં છિદ્ર ન પડે તે તે નાવ પાર ઉતરી જાય છે.
પાંચ ઇન્દ્રિય રૂપી છિદ્રોથી આશ્રવ ચાલ્યા આવે છે. તે છિદ્રોને છાંદી ચા તા પાપ પ્રવાહ આવતા અટકી જશે. પણ જ્યાં સુધી સંસારના મેહમાંથી જીવ મુક્ત થતા નથી ત્યાં સુધી એ કાય કરી શકતા નથી. એ માહ મમતાને કારણે જ પેલેા શંભુ નામના ચક્રવતી સાતમા ખંડ સાધવા ગયા ને? છ ખડના સ્વામી બન્યા છતાં સ’તેષ ન રહ્યો અને સાતમાં ખંડને બદલે સાતમી નરક સાધી લીધી!
જેટલું તમારા કિસ્મતમાં છે તેટલું તમને મળી રહેવાનું છે. કમ પાસે રઘા સેાનીના કાંટો છે. જરાય ફેરફાર થાય નહિ. તેા પછી અનીતિ, કુડકપટ, જીઠે, ચારી શા માટે કરી છે ? અનીતિ નહીં કરૂ તા પૈસા નહી મળે એમ કેમ માના છે? જેના જીવનમાં ધમ વણાય હાય તે અનીતિના એક દોકડા પણ ન લ્યે. એક વકીલ પાસે અસીલ આવે છે અને કહે છે સાહેબ! મારા પર ખૂનના આરોપ આવ્યા છે. આપ કુનેહ બુદ્ધિવાળા અને પ્રતિભાસ’પન્ન છે. આ કેસમાંથી મને બચાવી લેશે એવી આશાએ હું આપની પાસે આવ્યા છું, માટે મારી કેસ હાથમાં 1, એટલે તમને આ ૬૦ હજારની ચેલી ભેટ ધરૂ. વળી હુ નિર્દોષ છૂટી જઈશ ત્યારે તમને ન્યાલ કરી દઈશ. અસીલની વાત વકીલે શાંતિથી સાંભળી. પછી પૂછ્યું, પણ તમે ખરેખર ખૂન કરેલું છે ? “હા” મેં ખૂન તા કયુ" છે પણ હવે મારૂ ખૂન ન થઈ જાય તે આપે જોવાનું છે, અસીલે જવાબ આપ્યા. આ સાંભળી વકીલ સાહેબે કહી દીધું.કે હું તમારા કેસ હાથમાં નહી લઈ શત્રુ, તમે ખૂન કર્યુ” છે તા તમને નિર્દોષ ઠરાવાય કેવી રીતે? અરે સાહેબ ! આ મારી શૈલી સામુ તા જરા જુઓ. આટલા રૂા. દેનારા તમને કોઈ નહી મળે. અસીલની આ વાત સાંભળી આછા હાસ્યસહિત વકીલે કહ્યું, “ ભાઈ, તારા જેવા રૂા. દેનારા તા ઘણા મળી રહે પણ મારા જેવા ના પાડનાર તને કોઈ નહી' મળે, જેણે પેાતાના મનથી પાકો નિષ્ણુય કર્યાં છે તે પ્રલેાભન આપવા છતાં પેાતાના સત્યને મૂકી દેતા નથી.
તમે તમારા વ્રતામાં વફાદાર રહેજો. વ્રતમાં છિદ્ર ન પડી જાય તેની તકેદારી