________________
છવ સ્ત્રીને શોભાવવા-શણગારવા અનેક રાગના રમકડાં લાવી હાજર કરે છે, પણ આ પરિગ્રહથી આત્માનું પતન થશે એ જાણતા નથી,
वित्त सेपिरिया घेव, सव्वमेयं न ताणइ સંસાર સાવિ , જમુના તર” સુ. અ. ૧. ૧, ૧.
પૈસે-સગા ભાઈ-બહેન-પરિવાર તને કઈ રક્ષણહાર નથી. તારી ગતિને સુધારે તેમ નથી. મેહમાં શું ફસાયે છે? તારા બાંધેલાં કર્મ કર્યું તેડાવી શકશે? પૈસા માટે કંઈકને હેરાન કરે છે. કંઈકનું તફડાવી લે છે. પણ તારા ભાવીને વિચાર કર્યો છે? આવા કુડકપટ તમે કયાંથી શીખ્યા છે?
૮ કંઠી બાંધે કંઠ વિષે ને મોટી રાખે માળ, ગળા કરે નિત્ય ગરીબજનેના, કૂર હોય જેમ કાળ,
કુડાં ક૫ત્રકળાના કામા, આવા શીખ્યા ક્યાંથી ?” - કુડ કપટ કરી તમારે શું જોઈએ છે? તમારી ભૂખ કેટલી છે? પેટ તે બે ચાર રોટલીથી પણ ભરાઈ જાય છે, પણ તમારે તે પેટી અને પટારા ભરવા છે. તૃષ્ણને અંત આવવાને જ નથી. માટે તૃપ્તિમાં આવે. સંતોષ હશે તે શાંતિ મળશે. માનવીની સામે આજે બે માગે છે. એક તૃપ્તિને અને બીજે તૃષ્ણાને. એક વિકાસને માર્ગ છે, બીજો વિનાશને માર્ગ છે. જેના જીવનમાં તૃપ્તિ છે તેણે વિકાસને માર્ગ ગ્રહણ કર્યો છે. જેના જીવનમાં તૃષ્ણા છે તેણે વિનાશને માર્ગ ગ્રહણ કર્યો છે. વિકાસને માર્ગ રંગ રાગ રહિત છે. વિનાશને માર્ગ અનેક રંગરાગથી ભરેલું છે. વિકાસને માર્ગ શરૂઆતમાં દાહક છે, પછી મોહક છે. વિનાશને માર્ગ પ્રથમ મેહક છે, પછી દાહક છે.
સંસાર એ બીજું કશું નથી પણ માનવીના દુર્બળ હૃદયની તૃષ્ણા છે. સંસારી તૃષ્ણાથી ઘેરાએ અજ્ઞાની છે. જ્યારે તથારૂપના અણગાર તૃષ્ણા પર વિજય મેળવનાર છે. સંસારને જ્ઞાની પુરૂએ દુઃખરૂપ કહ્યો છે. પણ એ દુઃખનું મૂળ તૃષ્ણા છે. જે તૃષ્ણાને નાશ થાય તે દુઃખને નાશ થાય–તૃષ્ણાનું ભિક્ષાપાત્ર હંમેશાં ખાલી જ રહે છે.
એક શેઠ આફ્રિકાથી ખૂબ પૈસા કમાઈને આવ્યા છે. શેઠ આખા ગામને ધુમાડાબંધ જમાડવાનું નક્કી કરે છે. “હું કમાઈને આવ્યું છું તે બધાને ખબર પડે,” તેવા હેતુથી જમણવાર રાખે છે. વળી શેઠને ચડાવનારા પણ અનેક હેય. જ્યાં મધ હોય ત્યાં માખીઓ તે આવે જ. જગતને એ નિયમ છે કે જ્યાં કાંઈ મળતું હોય ત્યાં સૌ દોડધામ કરે છે અને જે ખાલી છે ત્યાં કઈ મોટું પણ દેખાડતું નથી.
પાપમય વાર્થની રમત ખેલાય છે, જગતમાં કેવું છે કોણ કોનું, મધપૂડે માખીયે લાખ ટોળે વળે, તેમ સૌ જાય ત્યાં હેય સેનું