________________
ભગવીને ઉપાડી જાય છે. કોલેજમાં, સ્કુલમાં સહશિક્ષણ હેય-વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સાથે હરેફરે પછી તેમાંથી ભડકી ઉઠે. પહેલા આટલી બધી છુટછાટ નહેતી. આજે તે દિકરીઓ માતપિતાને છેતરતી થઈ ગઈ છે. લેશન કરવા જાઉં છું, એમ કહે અને કયાંની કયાંય નીકળી જાય. કોલેજમાં ભણવા માટે જાય પણ વચ્ચમાં બે ચાર કલાક કયાં ગાળી આવે તે તેના માબાપને ખબર પણ ન પડે. તમે જરા બારીક રીતે નિરીક્ષણ કરો તો જણાશે કે આજે શું થઈ રહ્યું છે? તમારા સંતાને શું કરે છે? માતાપિતા સંતાને પર કાબુ ન રાખે પછી કહે, અરર! છેકરી ઘાટીની સાથે ચાલી ગઈ! કેવી સાદી અને સીધી લાગતી હતી! તેના જીવનમાં આવું કેમ થયું? માબાપને ડાદિ મોટું ન બતાવે, પછી પાછું એનું એ!
જીવનમાં સદાચાર લુપ્ત થતું જાય છે ત્યારે અનેક અનર્થો સર્જાય છે. રૂપ નથી છતાં રૂપનો દેખાવ કરે છે. પણ જ્ઞાનીઓ કહે છે. ગુણવાન બને. તારામાં સદગુણ હોય તે દેવતાઓ પણ નમસ્કાર કરે. ગમે તેટલા શીળીના ચાઠા હોય પણ અરીક્ષામાં જુએ કે હું કેવી લાગુ છું ! પણ અંતે આ શરીરને રાખને ઢગલો થવાનો છે. આજે ૫૦-૬૦ વરસની સ્ત્રી પણ પાવડર પડે છે. ઘેલછાની શી વાત કરવી? હાલતી જાય અને માથું ઓળતી જાય. દંતીઓ ખીસ્સામાંજ રાખે. પહેલાં સ્ત્રીઓ બધી વસ્તુ હાથે તૈયાર કરતી. આજે બધું તૈયાર મળે છે. કપડાં પણ રેડીમેઈડ, ઝાડુ પણ ઈલેકટ્રીક, અનાજ દળવા ઘટી પણ ઈલેકટ્રીક અને દાળ-ભાત અનાજ બધું જ તૈયાર મળે. સાફ કરવાની ચિંતા નહિં અને થોડી વારમાં રસોઈ તૈયાર થઈ જાય તેવા કુકર. જેમ જેમ સાધને વધતા ગયા એમ એમ ટાઈમ પણ બચતે ગયે. પણ આ વધારાને ટાઈમ શેમાં ગાળે છે ? ટાઈમને સદુઉપયોગ જ્ઞાની પુરુષને સાંભળવામાં, સદુવાંચન કરવામાં, સદ્દવિચાર કરવામાં થાય છે? આજે મોટા ભાગે વધારાના ટાઈમને શરીરની ટાપટીપમાં, વ્યસનમાં અને ફેશનમાં પસાર કરે છે. જીવનની જરૂરિયાત બહુ વધારી દીધી છે. જેમ જેમ ખરચ વધે તેમ પાપ વધે છે. ૧૦ રૂ.ની સાડીમાં ચાલી શકે તેના બદલે ૧૦૦ રૂ ની સાડી જોઈએ. તમને એમ નથી લાગતું કે ખરચ ઘટાડવાની જરૂર છે? આજે ખરચ ખૂબ વધે છે. બહારનું ખાણું કેટલું વધી ગયું છે. જે ઘરનું ખાણું હોય તે તેમાં ચિંતા રહે. જેને પ્રતિજ્ઞા હોય કે મારે કેઈને ઘરનું ખાણું લેવું નહી અને કેઈના ઘરનું પાણી પણ પીવું નહીં તેને કેટલી નિરાંત રહે? કેઈના ઘરે જાય તે પણ સામા માણસને તકલીફમાં ન મુકે. સામાને કાંઈ ખર્ચ ન કરવો પડે. અને તેના નિમિત્તે થતી હિંસા પણ અટકી જાય. સામી વ્યક્તિના દિલમાં તેને માટે બહુમાન જાગે. આથી કોઈને ભારભૂત ન થાય. પણ આધારભૂત થાય. આજે માણસના જીવનમાં કેટલા વ્યસને વધી ગયા છે? માણસ ટનના ટન પથ્થર ખાય છે! ચુને શું છે? પથ્થર જ છે ને? પાન ઉપર પણ ચૂનો ચોપડો