________________
૫૭
હોય તે પણ કામ પર જાય છે. ધન કમાવાની પાછળ ખાવાનું, પીવાનું, સુવાનું અને બીજ શારીરિક ધર્મો પણ ભૂલી જાય છે. પરિગ્રહને માટે ભયંકરમાં ભયંકર પાપ કરતાં પણ અચકાતા નથી. પરિગ્રહી કરી પણ સાથે અહિંસક બની શકતું નથી. કર્તવ્ય અને અર્તવ્યને વિચાર કર્યા વિના સંસારમાં લુંટફાટ ચલાવે છે. અર્થલેભી “નન કાળ દ્રવ્ય ઉપાર્જન કરવાનું જ સમજે છે. તે વિચાર પણ કરી શક્તો નથી કે જૈન કુળમાં આવ્યા પછી મારે ચામડાને, દારુને કે ચરબીને વ્યાપાર ન કરાય. મીના માલીક કેટલા જૈન હશે? મિલમાં કેટલી ચરબી વપરાય છે ? સિલ્ક વેચનાર કદી વિચાર કરે છે કે સિલ્કમાં કેટલા કોશેટાની હત્યા થાય છે? તમે એ નિર્ણય કરી શકો કે મારે આવા અતિ હિંસાના ધંધા ન કરવા? માત્ર પૈસા સામેજ તમારી નજર છે. પણ તેના ફળ જોગવવાનાં આવશે ત્યારે કેઈ છોડાવી શકશે નહી. દુર્ગતિમાં કોઈ પાણીને પ્યાલે દેનાર નહીં હોય. ત્યાં પોપાબાઈનું રાજ નથી કે માસીબાઈનું ઘર નથી ! કરેલાં કર્મ અવશ્ય જીવને ભોગવવા પડે છે.
जे पाप कम्मेहि धण मणूसा, समाययन्ती अमई गहाय ।
પાચ તે પાર પટ્ટિર નરે, વેરા ઘા નરચું ઉક્તિ છે ઉ.અ. ૪-૨ મનુષ્ય પાપકર્મ કરીને ધન એકઠું કરે છે. અમૃત માફક એનું રક્ષણ કરે છે. રાતરાતના ઉજાગરા કરે છે. સુતા સુતા બેટી ખોટી ઉધરસ ખાય છે. કેઈ ઉપર ચડયું એમ ભાસ થાય તે “હડ કુતરા, હડ કુતરા” એમ બોલીને ચોરને જણાવે કે પિતે જાગે છે. મહાસક્ત જીવની કેવી દશા છે? આત્મા માટે એક રાતને પણ ઉજાગર થઈ શકે છે? દિવાળીને ટાઈમ હેય, નામા વધી ગયા હોય, ખાતા સરભર કરવા હોય તે તબિયત સારી ન હોવા છતાં ઉજાગરે કરશે. પથારીમાં પડયે હેય, બેસવાની શક્તિ ન હોય તે સૂતા સૂતા પણ બજારના વિચારો કર્યા કરે. “મારા વિના વેપાર સરખો નહીં થાય, છોકરાને કંઈ ખબર નહીં પડે, ઘરાગ સાથે કામ લેતા એને નહીં આવડે.” આવા અનેક અભિમાનના વિચારમાં પરમેશ્વરનું નામ પણ કયાંથી યાદ આવે? બધું મૂકીને મરી જવાનું છે. છતાં અભિમાન કેટલું છે? “દોરી-લોટે લઈ અહીં આવ્યું હતું. આ બધી કમાણી બંદાની. આટલા બંગલા બંધાવ્યા, આટલી મિલે ચણવી, આટલા તેલા સોનું મૂકયું અને આટલા તેલા વહુને ચડાવ્યું.” આવી અનેક વાત ઠસ્સાપૂર્વક કહેશે, પણ જ્ઞાની પુરૂષ કહે છે.
-वित्तेण ताण न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था ।
दोवप्पणदेव पणन्तमोहे, नेयाउयं दद्ठुमठु मेव ॥५॥ હે પ્રમાદી જીવ! આ લેક અને પરલમાં ધન શરણભૂત નથી. અંધકારની અંદર દિ બુઝાઈ જાય તે દેખેલે માગ ન દેખ્યા બરાબર થઈ જાય છે. તેમ પદગલિક
૫૮