________________
ભાવયનિત્યમ. અર્થ અનર્થનું મૂળ છે. સાચું સુખ સંતેષમાં છે. વાસના, તૃષ્ણાને નાશ કરવાથી સાચું સુખ પ્રાપ્ત થઈ શકે છે. “પરિગ્રહ પરિમાણ વ્રત વિષે અવસરે કહેવાશે,
વ્યાખ્યાન નં. ૭૭ સુદ ૧૫ ને શુક્રવાર તા. ૧-૧-૭૧
આ
પ્રભુ નેમનાથ વિષયકુમારને પાંચમું વ્રત સમજાવે છે. પરિગ્રહ એટલે શું? પરિચારેબાજુથી ગ્રહ-ઘેરાયેલે. તમને કઈ ઘેરી વળે અથવા તમારા બંગલા ફરતાં ચારે ઘેરે વાલે તે કેવી મુંઝવણ થાય? એમ પરિગ્રહની મુંઝવણ કયારેય અનુભવી છે? જ્યારે આઠ ગ્રહે ભેગા થવાના હતાં ત્યારે આખા ભારતમાં કે હાહાકાર મચી ગયે હતું? સૌને એમ થતું કે શું થશે? જળની જગાએ સ્થળ અને સ્થળની જગાએ જળ થઈ જશે? ધરતી કંપ થશે? કોઈ મહારોગ અથવા પ્લેગ ફાટી નીકળશે? એમ સહુ કોઈ ભયબ્રાન્ત હતા. પરિગ્રહ સર્વથી મોટો ગ્રહ છે. પરિગ્રહ આત્મલક્ષ્યને લૂંટનાર છે. અનર્થકારી છે, દુર્ગતિને દેનાર છે. કામને પ્રદિપ્ત કરનાર છે. કષાયની વૃદ્ધિ કરનાર છે. મદ-મત્સર અને દ્વેષનું કારણ છે. યતિધર્મ ૨૫ વનવૃક્ષને દહન કરનાર છે. સંતોષના ગુણનું શોષણ કરનાર છે. કૂડ-કપટની વેલને સિંચનાર છે. બ્રહ્મચર્યની ઘાત કરનાર છે. મહા અનર્થ કરનાર છે. જન્મ, જરા અને મરણના ભયને ઉત્પાદક છે. મેક્ષ માર્ગ માં વિન નાંખનાર, ચિંતા અને શેકરુ૫ સાગરને વધારનાર, ભાઈ-ભાઈ વચ્ચે, બાપ-દીકરા વચ્ચે, પતિ પત્ની વચ્ચે વેરઝેરનાં બીજ વાવનાર છે. પરિગ્રહને કારણે બાપ-દીકરા વચ્ચે બેલ્યા વહેવાર ન રહે, ભાઈ-ભાઈને દિલમાં દિવાલ ખડી થાય. મૂવે સ્નાનને પણ વહેવાર કટ થઈ જાય. ભાઈના મૃત્યુના સમાચાર મળે તે કહે, મેં તે એના નામને મજયારે વહેંચે તે દિવસનું નાહી નાંખ્યું છે અને જેનાથી લાભ મળતું હોય તેને માટે ઠસ્સાથી વાત કરે. આ મારા સગા માસીના દીકરાને દીકરે છે. તે ખૂબ દયાળુ ને પરોપકારી છે. સગાભાઈનું તે નામ લેવું પણ ન ગમે. આ બધું કેમ થાય છે! પરિગ્રહને લીધે જ, પરિગ્રહ મેળવવા માટે જીવ ફના થઈ જાય છે. કાળાં કર્મ કરે છે. કંઈકને ગળા કાપે છે. કંઈકને શીશામાં ઉતારે છે, ચપટીમાં ચળે છે. કંઇકને જાનથી પણ મારી નાંખે છે.
ધનાથી જીવ ધન કમાવા માટે તથા તેનું રક્ષણ કરવા માટે રાતદિવસ ચિંતા કરે છે. કાળ–અકાળની પણ પરવા નથી કરતા. સખત ઠંડી, સખત ગરમી કે વરસાદ