________________
૪૬૦
નબળા છે તેનું શું થશે? એક છોકરીને તે પરણાવી, પણ આ એક ગાંડી છે તેને આખી જિંદગી કોણ પાલવશે? મારા ગયા પછી આ મહેલાતનું શું થશે ? બૈરીનું શું થશે? આવી છેટી પેટી ચિંતા જીવ શા માટે કરતે હશે? આ વાત તમને ગળે ઉતરે છે? આ સંસાર ધુતારાપુર પાટણ છે. સગાસનેહી દગો દેનારા છે. સ્વાર્થ હોય ત્યાં સુધી સંબંધ રાખનારા છે. બહારથી આવે એટલે સ્ત્રી પૂછે કે, મારા માટે શું લાવ્યા છે. વળગી પડે અને કહે પપ્પા ! અમારા માટે શું લાવ્યાં? પરિવારની ચિંતામાં છવ ધર્મ કરી ન શકે.
એક ગામમાં એક સાધુ મહારાજ પધાર્યા છે. સાધુ બહુ જ્ઞાની છે. તેમની વ્યાખ્યાનશૈલી સહુને રૂચી જાય એવી છે. ખુબ પ્રભાવશાળી અને તેજસ્વી છે. વહેતી ગંગા ઘર આંગણે આવી છે. સૌ યથાશકિત લાભ ઉઠાવે છે. પર્વતમાંથી નીકળતી નદી જ્યાં જ્યાંથી પસાર થાય છે, તે ભૂમિને હરીયાળી બનાવતી જાય છે. તેમ સંતે જ્યાં જાય ત્યાં બેધના ધોધ વહેવડાવે છે. માનવહૃદયને હરિયાળાં બનાવે છે. એક શેઠને ખબર પડે છે કે ગામમાં સંતમહાત્મા પધાર્યા છે. તેઓ વિચાર કરે છે કે સંયમી મહાપુરુષનો જોગ મહાભાગ્યવાન હોય તેને થાય. આજે હું પણ તેમની અમૃતમય અને પવિત્ર વાણીને લાભ લઉં. સવારે વહેલા ઉઠી તૈયાર થઈ, જવાની તૈયારી કરે છે ત્યાં તેમને નાનકડે બા કહે છે. બાપુજી! તમે ચા પિવડાવશે તે પીશ. કાલાઘેલા બાળકના શબ્દો સાંભળી બાપુજી પીગળી જાય છે. મહ રાજા તેમની પર ચડી આવે છે. અને શેઠ કહે છે, અરે ! “આ બાબલે મારે કેટલે દેવાયો છે ! મારા વિના ચા પણ પી નથી.” બાબાની માવજત કરવામાં ટાઈમ પસાર થઈ જાય છે. અને શેઠ ઉપાશ્રયે જઈ શકતાં નથી. બીજે દિવસે સવારે જવા તૈયાર થાય છે ત્યાં પારણમાં પિહેલી બેબી રડવાનું શરુ કરે છે, તેથી તેમના શ્રીમતીજી કહે છે “હું તે કેટલી જગ્યાએ પહોંચું? તમારા માટે રસોઈ તૈયાર કર્યું કે આ છોકરીને રાખું ? ઉપાશ્રય કાંઈ જવું નથી જરા આ દેરી તાણે અને શાક સુધારી દયે. શ્રીમતીજીની આજ્ઞાને અનાદર તે કેમ કરી શકાય? આ બધા કામમાં શેઠ બીજે દિવસે પણ ઉપાશ્રયે જઈ શક્યાં નહી. હવે ત્રીજે દિવસે તો શેઠ નક્કી જ કરે છે ગમે તેમ થાય પણ ઉપાશ્રયે પહોંચવું. શેઠ હા પી તૈયાર થઈ ઉપાશ્રયે પહોંચે છે પણ ઉપાશ્રય આખે શ્રોતાથી ભરાઈ ગયો છે. શેઠને પાછળ બેસવાને વાર આવે છે. આથી શેઠને પિતાનું અપમાન લાગે છે. “મારા બાપદાદાએ આ ઉપાશ્રય બંધાવ્યો છે, છતાં કોઈને ક્યાં કદર છે? મને આગળ પણ બેલાવતા નથી” આવા અનેક વિચારોમાં શેઠ કાંઈ સાંભળી શક્યા નહીં. ઘેર આવી શેઠને એમ થાય છે, કે મેં બહ ખોટું કર્યું. ખરેખર મારે લાભ જ લે હેાય તે ઉપાશ્રયમાં વહેલા પહોંચી જવું જોઈએ. હવે કાલે વહેલે જઈશ. બીજે દિવસે શેઠ વહેલા ઉપાશ્રયમાં પહોંચી ગયા. આ બાજુ મેહરાજાને થયું કે આ મારે એક સભ્ય ખસી જાય છે. છે કોઈ તૈયાર ! “આ શેઠને ધર્મને શરણે જતાં અટકાવે.” ત્યાં નિદ્રારૂપી કાઠીયે આવી કહે છે “સાહેબ, હું તૈયાર છું.” એક શબ્દ