________________
ઈલાવર્ધન નગરીમાં ધનદત્ત નામને શેઠ અને ભદ્રા નામની શેઠાણીહતાં, તેઓ બધી વાતે સુખી હતાં. આ કોટયાધિપતિને ત્યાં પુત્રનું આગમન થયું. તેનું નામ ઈલાયચી કુમાર રાખવામાં આવ્યું. એકને એક પુત્ર હોય અને શ્રીમંતનું ઘર હોય એમાં ઉછેરમાં શી મણે રહે? અનુક્રમે યુવાનીનાં પ્રાંગણમાં પ્રવેશ કરે છે. આ અવસ્થા એવી છે કે પૂર્વના ધર્મ સંસ્કાર પ્રબળ ન હોય તે વિષયાભિલાષા જાગતાં કંઈક અનર્થ થઈ જાય છે. એક વખત નગરમાં નટ લોકો પોતાની નૃત્યકળા બતાવવા આવ્યાં છે. નટની આખી મંડળી છે. તે નૃત્ય જોવા માટે ગામ ઘેલું થયું છે. રાજા-રાણી પણ ત્યાં હાજર છે. તેમાં એક નટકન્યા જેનું નામ કલિકા છે. એની નૃત્યકળા જોઈને બધાં તેના પર વારી જાય છે. રાણી હાર આપે છે, ભદ્રા શેઠાણી વીંટી આપે છે, પણ ઈલાયચી કુમાર તેને જોઈને તેના પર મેહિત થઈ જાય છે. મોહનાં નશામાં તે નિર્ણય કરે છે કે લગ્ન કરૂં તે આ નટકન્યા સાથે જ કરૂં. ઘેર આવી માતા-પિતાને વાત કરે છે. એ ચન્દ્રચકેરી સાથે મને પરણ. આબરૂદાર માત-પિતા કહે છે, બેટા ! આપણા કુળને કલંક લાગે એવું શા માટે કરવું જોઈએ? આપણું સમાજમાં કયાં કન્યાઓની બેટ છે? એક કરતાં એકવીસ કન્યા પરણાવીશ પણ આપણે નટ કન્યા ન જોઈએ. માત-પિતાએ પુત્રને સમજાવવામાં કાંઈ મણા ન રાખી. | પણ પુત્રે પિતાની હઠ છોડી નહિં. શેઠે નટકન્યાના પિતા જટાયુને બેલા ને તેની પુત્રી પિતાના પુત્ર સાથે પરણાવવાનું કહ્યું. ધનની લાલચ આપી ત્યારે નટે જવાબ આપે કે શેઠ! હું મારી પુત્રીને વેચવા નથી માંગતો, તમારો પુત્ર અમારી વિદ્યા શીખે અને કોઈ રાજ તરફથી મોટું ઈનામ મેળવે, અમારી નાતને જમાડે ત્યારપછી હું તે કન્યા તેને પરણાવું.
મા-બાપ એ બાબતમાં સંમત ન થયા. એક રાત્રે ઈલાયચી કુમાર ઊઠીને જટાયનાં પડાવ તરફ આવી તેને કહે છે કે કઈ પણ રીતે તમે મને કન્યા આપે. તમે કહેશે તેટલું ધન આપશું, પણ મારું મન તમારી કન્યામાં છે. જટાયુ કહે છે.
એ સુણ વેપારી મુરખ ભારી, બાળકના નહીં ખેલ, છોડી અમારી ભળી બિચારી, એમ મળે નહિં સહેલ, ગલી-ગલીએ ઘુઘરા બાંધી, કરવા પડશે ખેલ.
ગાન બજાવી લેક રીઝાવી, રહેવું થશે મુશ્કેલ બાળકના નહિ ખેલ, આ સાંભળી ઈલાયચી કુમાર કહે છે
પુરેપુરો વિચાર કરીને, આવ્યો છું તુમ પાસ,
નારી કાજે નાચી ઘર-ઘર, એક જ છે અભિલાષ” એ કબુલ થાય છે. માત-પિતાની વિરૂદ્ધ જઈ ઈલાયચી પુત્રે નટની શરત સ્વીકારી.
“નવા નવા કાંઈ ખેલ કરીને, નવા-નવા કાંઈ વેશ ધરીને, નટવર મસ્ત થઈને, નાચે ઈલાયચી કુમાર,