________________
ઈલાયચી કુમાર વિચારે છે. અહાહા! કયાં સાધુની સાધુતા! અને ક્યાં મેહની ખીણમાં મારૂં પગલું ! આમ comparison (સરખામણી) કરતા-કરતાં મહદષ્ટિ બંધ થાય છે અને જ્ઞાન દષ્ટિ ઊઘડે છે. તેને સમજાય છે કે આ સંસાર જે સહામણું લાગતું હતું તે હવે તેને બિહામણું લાગે છે. સંસાર એક દારૂનું પીઠું છે. જેમાં પીધેલા, ઉન્મત્ત બની ગયેલા બે હાથ ઊંચા કરી તાળીઓ પાડે છે. આત્મહત્યાનું ઘર વાતાવરણ ઊભું કરે છે. સમજુ લેકે ત્રાસીને નાસી જાય છે. આ દારૂના પીઠામાં વિકલ્પની એક મદ્ય
પ્યાલી પીતાં દસ મધ પ્યાલીની તૃષા જાગે છે. માત્ર જ્ઞાનદષ્ટિ ખુલવાની વાર છે, પછી મૂર્છા તૂટે છે. અને ચેતન સભાન થાય છે. ભૂલે પડેલે આત્મા સ્વગૃહે પાછો વળે છે. ગમે તેટલે દૂર-દૂર નીકળી ગયું હોય પણ આખરે આ આત્મા મુનિને જોઈને મેહથી પાછો ફરે છે. જ્યારે વિગૃહપ્રવેશની ઉત્કંઠા જાગે છે. ત્યારે વિશ્વની કોઈ પણ તાકાત તેને તેમ કરતાં રોકી શકતી નથી. જ્યારે આત્મા જાગે છે, ત્યારે તેનાં ગૌરવનું ઔચિત્ય કેવળ સ્વરૂપ રમણતામાં જ ફેરવાઈ જાય છે. જડ પદાર્થમાં-નાટકન્યાના રૂપમાં જે સુખની ભ્રાંતિ. તેને થઈ હતી તે બ્રાંતિ દૂર થઈ
ક્યાં પાગલ હું ભેગવિલાસી, ને કયાં આ મુનિરાજ ! નારી કાજે ઘર-ઘર નાચું, મૂકી કુળની લાજ. આગ્રહ કરતી રૂપસુંદરી, તેય કરે ઈન્કાર,
દૃષ્ટિ ઊંચી કરી જુએ ના, કે સંયમ ધાર !! અહાહા? કયાં આ મુનિને ત્યાગ ! સ્વસંવેદન નિજસ્વરૂપને જ અનુભવે છે. એ અનુભવ પાસે અમૃત પણ અમૃત નથી. મધ પણ ફિકકું લાગે છે. ચાંદનીની શીતળતા કરતાં આત્માની શીતળતા કંઈ ઓર જ હોય છે. સ્વયં તૃપ્ત આત્મા જે આત્મ મસ્તી અનુભવે છે તેની સરખામણીમાં દુનિયાને કોઈ પણ પદાર્થ ઉભો રહી શકતો નથી. ક્યાં આવા મુનિ ! અને કયાં હું પામર !
ભિખનાં ટુકડા માગું તે યે દેતે નથી ભૂપાળ, રૂપની પાછળ રહ્યો ભટક્ત, લાગી ભીષણ જાળ, ધન્ય ધન્ય આ જીવતર મુનિનું, ધન્ય જીવન આ નાર,
હેજે તુજને ભૂખ ઈલાયચી, લાખ-લાખ ધિકાર !! હવે ઈલાયચીકુમાર સાચી સમજણના ઘરમાં આવે છે. મેહનું વિસર્જન થાય છે, ચારિત્ર ધર્મનું સર્જન થાય છે. બેભાન દશામાંથી સભાન દશામાં આવી જાય છે. અને તે જ નૃત્યના માંચડા પર તે ક્ષપક શ્રેણ, ક્ષાયક ભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન પામે છે.
પશ્ચાતાપ થકી ઇલાયચી, ભૂલી ગયો નિજ ભાન, એજ ક્ષણે ને એજ સ્થળે ત્યાં, ઉપર્યું કેવળજ્ઞાન.