________________
ઈલાયચીકુમારને ગમે-તેમ કરીને શ્રમ વેઢીને રાજાને રીઝવીને નટકન્યા પરણવાને ભાવ છે. રાજાની મુરાદ કેવી છે.?
“ઉપરથી જે પડે, પડીને મરે, તે કન્યા મલે એમ આ રાજાની ઈચ્છા, જલ્દી રાજા રીઝે દાન જે દીએ, તે કન્યા મલે એમ આ નટની ઈચ્છા.”
આ સંસારના તખ્ત પર ભવચક્રના પૂરની પ્રત્યેક ગલીએ નાટક ચાલે છે. તે ગલીઓ એકેન્દ્રિય-વિકલેન્દ્રિય આદિ છે. પ્રત્યેક જીવ એકેક ભિન્ન-ભિન્ન રહસ્ય કથા ભજવત જીવતું જાગતું મોહ નાટક છે. એનાં આત્મ-પ્રદેશમાં મોહ-મદિરાને નશો ઉત્પન્ન કરે છે મેહ રાજા જ રાજી થતું હોય છે. ઈલાયચી કુમાર
ખંત ધરીને ખેલ બતાવવા, ચડે પાંચમી વાર, ખેલ કરંતા દૂર ચેકમાં, દષ્ટિ પડી પળવાર, વિસ્મય પામી લેક જુએ છે, થંભે કેમ કુમાર,
રાજા, રાણું, નટકન્યા સૌ, ખૂબ કરે વિચાર. ઈલાયચી પુત્રનું મયૂર-નૃત્ય અદ્દભૂત છે, પણ રાજા રિઝત નથી. જે રાજા નહીં ઝેિ તે બાર-બાર વર્ષની મહેનત પાણીમાં જાય. બધા લેકે, રાણી વગેરે વિચાર કરે છે. આટલું અદૂભૂત નૃત્ય નટ કરી રહ્યો છે છતાં રાજા કેમ રીઝતો નથી? રાણીને પણ એમ થયું કે રાજાની દાનત બૂરી લાગે છે. છેવટે ઈલાયચી પુત્ર પાંચમી વાર વાંસ પર ચડે છે. તે જીવન મરણના ખેલ ખેલી રહ્યો છે. ત્યાં તેની નજર દૂરની એક હવેલીના ચેકમાં જાય છે. ત્યાં એક રૂપ-રૂપની અંબાર સમી, એક યૌવનવંતી નારી હાથમાં મેદકને થાળ લઈને મુનિ ભગવંતને વહોરાવવા આવે છે, પણ મુનિ તેની સામે ઉંચી આંખ કરીને જોતાં નથી, મોહક લેતા નથી, મુનિની દષ્ટિ નીચી છે, ત્યાં ઈલાયચી કુમારની દષ્ટિ પડે છે.
એણે દીઠાં મુનિરાજ, ત્યાગ તેજથી જુવાન, કાયા ઝળહળ ઝળહળ થાય, ધર્મલાભ કહી ભિક્ષા કાજે, ઊભા આંગણુમાંય,
માદક લઇને આવી સુંદરી -રૂપનો અંબાર, ભક્તિભાવથી ભજન દેતી, હૈયે હરખ અપાર,
હસ્ત જેડીને આગ્રહ કરતી સ્વીકારે મુનિરાજ, ધન્ય થયે જન્મારે મારે, ધન્ય દિવસ છે આજ,
વિધ-વિધ વસ્તુ વહેરાવે પણ, મુનિ કરે ઈન્કાર, નીચા નયને મુનિવર બેલ્યા “શ્વધુ ખપે નહીં કાંઈ
હવે ઈલાયચી કરે વિચાર, ઊડી ગયે ત્યાં મેહ-વિકાર.