________________
કઈક સમય વિતી ચૂક, કહે ઈલાયચી કુમાર, પરણાવે ઝટ પ્રેમદા મુજને, વાર કરે ના લગાર. નારી એમ મળે નહિ, જમાડશે અમ નાત, ધનનાં જે ઢગલા કરી, પછી જ લગ્નની વાત. કોઈ રાજદરબારે જાઓ, ખૂબ ખેલ કરીને રીઝાવે,
અઢળક લઈ વરદાન પછીથી, વરરાજા થઈ આવે.”...કઈ.... એક સ્ત્રીના મોહને ખાતર મા-બાપને રડતાં મૂકી, ધન-વૈભવને ઠોકર મારી, નટની શરત કબુલ કરી, મોહમાં મસ્તાન થઈ ઈલાયચી ચાલી નીકળે. રૂપ પાછળ પડેલે ભ્રમર શું શું નથી કરતે? પતંગિયું દિવામાં પણ ઝંપલાવે છે. નટની બધી કળાઓ તેણે સર કરી લીધી. નટમંડળ ફરતું-ફરતું બેનાતટ નગર આવે છે.
પાગલ પ્રેમી હિંમત રાખી, ઉપડે બીજે ગામ,
રાજા-રાણી જેવા બેઠાં, આવ્યા લેક તમામ. ગામનાં ચેકમાં વાંસડાઓ ઊભા કરી મયૂર-નૃત્ય દેખાડવાનું શરૂ કર્યું. એ નૃત્ય કરતાં કરતાં ઈલાયચી કુમાર
ઘડીક જુએ રાજાની સામે, ઘડીક પ્રિયાની સામે, પણ રાજા તે તાકી–તાકી, જુએ છોકરી સામે, જાત-જાતનાં ખેલ કરીને, ઉતરી આવી ઉભે, જેનારાએ રા–રાજી, થઈ વધાવી લીધે. દાન તણું આશાએ નીચા, નમી કરે સલામ, પણ રાજા તે બેલે ભાઈ મેં નિરખે નહિં કામ, રાજ-કાજમાં ધ્યાન ગયું, એમ કહ્યું જુઠું બહાનું,
ફરી વાર જે ખેલે ભાઈ પછી જ આપણું નાણું. મેહની કેવી કરામત છે ! રાજા પણ તે જ નાટકન્યા પર મોહ પામે છે. રાજાને તે નટકન્યા મેળવવાની ક્ષણ નજીક આવતી હોય તેમ ભાસે છે. “હમણું મારી પ્રિયા થશે. મહને રંગ વધુ ને વધુ ઘેરે બનતે હતે. અરમાનેની રૂપેરી પગથારમાં હીએ જડાતા હતા. દેહને પરિતાપ ઓલવવા કામથી બનેલે રાજા નાટકન્યાને પિતાની કરવા કેવા કેવા અશુભ ભાવ કરી રહ્યો છે?
“નિશશ કરીને ખેલ ખેલંતા ચૂકી જાય તલભાર, તે આ નટડીને હું પામું રાજા કરે વિચાર, બીજી ત્રીજી વાર પછીથી ચડે થી વાર, જુદાં-જુદાં ન્હાનાને કારણ, ચડીએ પાંચમી વાર.”