________________
૫૦
પાણી પીએ તે તેમાં તેને દોષ લાગતું નથી. પણ પિષધ કર્યો એટલે ચારે આહારનાં પચ્ચખાણું કર્યા, “મણિસેવન માલવન વિલેણના પચ્ચખાણ કર્યા. અને પાણી પીએ અથવા પષધમાં રૂપિયા લે, સાકરના પડા લે તે વ્રતમાં ભંગ પડે છે
પણ બેન્કમાં ૧૦૦૦ રૂ. વ્યાજે મુક્યા હોય અને મહીનામાં ૧૦ પિષધ કરતાં તે તે ૨૦ દિવસનું વ્યાજ લેવું અને ૧૦ દિવસનું બાદ કરી નાંખવું, એમ કરતાં નથી, કારણ કે તમારા પ્રત્યાખ્યાનમાં એની છુટ છે. અનુમોદનના ત્રણ ભાંગાની છુટ રાખી છે.
છ કેટીએ પચ્ચખાણ લઈ જે નવકેટીએ પાળે છે તે ધન્યવાદને પાત્ર છે. પણ સાધુ તથા શ્રાવકના વ્રતમાં કયા ક્યા પ્રત્યાખ્યાન છે અને તેમાં કેટલું તફાવત છે તે બરાબર જાણવું જરૂરી છે. વસ્તુનું સત્યસ્વરૂપ યથાર્થભાવે સમજવું જોઈએ.
નિષકુમાર નું યથાર્થ સ્વરૂપ સમજે છે. વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન નં...૭૬
આસો સુદ ૧૧ ગુરૂવાર તા. ૩૦-૯-૭
હવે અહિં ચેથા વ્રતનું રવરૂપ સમજાવાય છે. ચોથા વ્રતના પાંચ અતિચાર (૧) ઈત્તરિય પરિગ્નેહિકગમણે (૨) અપરિગ્રહિય ગમણે (૩) અનંગ ક્રીડા (૪) પરવિવાહ કરણે (૫) કામગેસુ, તીત્રાભિલાશે.
જે સ્ત્રી નાની ઉંમરની હોય એટલે સ્ત્રીના કાળમાં આવી નથી તેવી સ્ત્રી પિતાની પરિણિતા હોય તે પણ તેની સાથે ગમન કરવાથી દેષ લાગે છે. જે સ્ત્રી સાથે સગપણ થયું છે પણ હજુ લગ્ન થયા નથી તેની સાથે ગમન કરતાં પણ અતિચાર લાગે છે. અને અનંગક્રિડા એટલે બીજી ઇન્દ્રિયો વડે મનમાન્યા વિષયે પિષવા તે-પર વિવાહ કરણે એટલે બીજાનાં વિવાહ મેળવી આપવાં. વર-કન્યા બંનેના માતા પિતાને વિરોધ હોય અને મિત્ર સાક્ષીરૂપ બને અને કેટે જઈ લગ્ન કરી લે. જ્યાં કાંઈ લેવાદેવા નથી ત્યાં પણ કહે કે મારા હાથમાં મુરતીયા ઘણા છે. જરૂર પડે ત્યારે મને કહેજો.
૫૦-૬૦ વર્ષના બુટ્ટાને પરણવાના કોડ જાગે તે તેને દલાલ બને. એક વાણીયાની સ્ત્રી મરી ગઈ. ઉંમર ૫૫ વર્ષની હતી. દિકરાને ઘેર દિકરા હતા. આને કન્યા આપે કોણ? પણ પૈસા હોય ત્યાં બધુ થઈ શકે છે. એક દલાલે એક મેચણને તૈયાર કરી