________________
છે પણ કોઈ દેખાતું નથી. વળી પાછો વનદત્તાને સ્પર્શ કરતે જાય છે. ત્યાં પલા રાખો સંભળાય છે. ત્રીજીવાર પણ એ શબ્દ સંભળાય છે, આથી કુમાર કેલીગૃહની બહાર નીકળે છે તપાસ કરતાં કેવીગૃહની સામે એક ટેકરી પર એક મુનિ બેઠા છે તે ઉપર પ્રમાણે બોલતા હતા. ત્રણે જણ મુનિ પાસે જાય છે. મુનિને નમન કરી પૂછે છે હે મુનિ! આયા શું બોલી રહ્યાં છો !” મુનિ ત્રણ જ્ઞાનનાં ધણી છે. તે કહે છે. ભાઈ! તે જેને મારી નાખે તે તારે પિતા હતે. અને આ વનદત્તા તારી બહેન છે. આ સુવર્ણ તારી માતા છે. મુનિ, સુવર્ણ તથા તેમના પ્રેમની બધી વાત કહે છે.
રાજા કે નેતા ધાક ધમકીથી જે કામ નથી કરી શક્તા તે મુનિ પ્રેમથી કરે છે. ત્રણે જણા પિતાના પાપનું પાયશ્ચિત કરે છે. અને હવે શું કરવું કે જેથી જીવનને ઉદ્ધાર થાય એમ પૂછે છે ત્યારે મુનિ સંસારની અસારતા અને સંયમની મહાનતા સમજાવે છે. તેથી ત્રણેય જણાને સંસાર પ્રત્યે ઉદાસીનતા જન્મે છે. અને સંયમને માર્ગ અંગીકાર કરી આત્મ કલ્યાણ સાધે છે.
બ્રહ્મચર્ય વ્રત સર્વશ્રેષ્ઠ અને જ્યેષ્ઠ છે. તેનું આરાધન કરનાર છ આત્મ કલ્યાણ સાધે છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૭૩ સુદ ૮ ને સોમવાર તા. ૨૭-૮-૭૧
આ
બધાં વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત મેટું છે. મોટે પંડિત, વિદ્વાન કે શાસ્ત્રજ્ઞ હોય, પણ તેની આચાર શુદ્ધિ ન હોય તે તેની કિંમત જરા પણ નથી. સાડા ત્રણ મણની કાયામાંથી નવટાંકનું નાક ઉડયું તે તેની કાંઈ કિંમત નથી. જેનામાં જ્ઞાન અલ્પ હોય પણ આચાર અને વિચારની શુદ્ધિ છે, શીલ વ્રત બરાબર પાળે છે એ વિશ્વાસને પાત્ર છે. બ્રહ્મચર્ય વિહેણે હારથી આબરૂવાળે દેખાય પણ આબરૂ વગરને છે. એ પારકી સ્ત્રીને પાલવ પકડતાં પણ અચકાશે નહિ.
“ગી પતિની દેવી દક્ષિણે ઢગીએ પૂજાય છે, ટીલા ટપકાં બતાવીને ધમી કહેવાય છે, કે મળતાં પરનારીને પાલવ ખેંચી જાય છે,
સંસાર ચાલ્યા જાય છે