________________
વ્યાણદત્તનું બીજું નામ મહત્ત રાખેલું છે. ભાઈ બહેન અને અનુક્રમે મોટા થાય છે. વર્ષોના વહાણાં વાતાં તેઓ ૧૮ વર્ષની ઉંમરે પહેચે છે. એક વખત વસંત મહત્સવ છે, મેહદત્ત અને વનદત્તા બંને ફરવા નીકળ્યા છે. વનદત્તાની સાથે સુવર્ણ છે, અને મેહદત્ત એક જ છે. એક જગ્યાએ તે બંને ભેગા થઈ જાય છે. મહદત્તની નજર વનત્તા ઉપર સ્થિર થાય છે, વનદત્તા પણ તેની સામે જુએ છે, કામ પ્રદિપ્ત થાય છે, એકબીજાનાં નયને વિંધાય છે. આ વાત ચતુર સુવર્ણના લક્ષ બહાર નથી જતી, તેથી તેને એમ થાય છે કે આ રાજાને પુત્ર છે, ભલેને બંને પ્રેમમાં પડે. મારે બંનેને સગવડતા કરી આપવી જોઈએ. એમ વિચારી સુવર્ણ વદત્તાને કહે “આપણે અહીં સૂર્યાસ્ત થયા પછી આવશું. અત્યારે ઘરે જઈએ.” આ શબ્દો મહદત્તના કર્ણપટ પર પણ પડે છે. તે સમજી જાય છે કે આ દાસી મને જ સંકેત કરી રહી છે.
મેહની વિટમ્બણા કેવી છે તે જે જે. સગા ભાઈ બહેન ભષ્ટ થવા તૈયાર થયા છે. અને માતા સગવડતા કરી આપે છે. તે સલકુમાર પણ આ ગામમાં જ છે. રાજાના હજુરીયા તરીકે તે નેકરી કરે છે. રાત પડતાં સુવર્ણ વનદત્તાને લઈ નિયત સ્થાને આવે છે. હજુ મેહદત્ત આ નથી એટલે આંટા લગાવે છે. તે વખતે પેલે તેસલ ત્યાંથી પસાર થાય છે. અને તેની દ્રષ્ટિ વનદત્તા પર પડે છે. અરે? આ તે સાક્ષાત્ લક્ષ્મી છે. આની સાથે સંસારના સુખ ભોગવ્યા નથી ત્યાં સુધી જીવન નિરર્થક છે. પિતા મોહવશ બની પુત્રીની નજીક આવે છે. અને તેને હાથ પકડે છે. તથા કહે છે. “હે સ્વરૂપવતી નારી! મારી સાથે ચાલ, હું તને મારા દ્રવ્ય સિંહાસને પધરાવીશ” વનદત્તા તો એકદમ ગભરાઈ ગઈ અને “બચાવે બચા”ની બૂમો પાડવા લાગી. ત્યાં રાજકુમાર આવી જાય છે અને પિતાની પ્રિયા પર એક હજુરીયે દુરાચાર કરે છે, તે જોઈ એકદમ ગુસ્સે થાય છે. અને કહે છે, “અરે દુષ્ટ ! પાપી ! પારકી સ્ત્રી પર ખરાબ દષ્ટિ કરતાં શરમાતું નથી ? તને તે મારે બરાબર શિક્ષા કરવી પડશે”.
અંતે બંને સામ સામા લડે છે અને દિકરે બાપને ઉભે ને ભે ચીરી નાખે છે. મનમાં આનંદ અનુભવે છે કે આ દુષ્ટને મારી નાખે એટલે વનદત્તા મારા ઉપકાર નીચે આવી જશે. આ જોઈ પેલી સુવર્ણ કે જે એક વખત તેસલકુમારના મૃત્યુના સમાચારથી અત્યંત દુઃખી થઈ હતી તે આજે આનંદિત બને છે. તે પણ પિતાના પ્રિયપાત્રને ઓળખી શકી નથી.
આ પછી મોહદત્ત અને વનદત્તા એક કેલી–ગૃહમાં દાખલ થાય છે. ત્યાંનું વાતાવરણ મઘમઘાયમાન અને વિષયને ઉત્તેજીત કરે તેવું છે. બંને અસંયમને પંથે પડવાની તૈયારી કરે છે ત્યાં તેમના કાન પર શબ્દો અથડાય છે. “ધિક્ક, ધિક! બાપ મારી બહેન સાથે વિષય સેવવા તૈયાર થયે છે! ધિકાર છે, ધિક્કાર છે તને! ” આજુ બાજુ નજર કર