________________
૪૩૭
જે રાતદિવસ વાસનામાં જ રત છે તે ઉચ્ચ કુળમાં જન્મ લેવા છતાં નીચ છે.
પામર છે.
ભગવાને આચારાંગ સૂત્રમાં કહ્યુ` છે:-કવ્વાફિનમાળે ગામધમ્મહિ' વિ નિવત્ઝાષણ अवि ओमोरिय कुज्जा अवि उट्ठ ठाण गइज्जा, अवि गामाणुगाम दुइजिज्जा अवि आहारं पुच्छि दिज्जा अवि च इत्थीसुमनं ॥
હૈ સાધુ, તને ઇન્દ્રિયાના વિષયની સતાવણી થાય, મન સંયમ બહાર નીકળી જાય તે આહાર નિળ કરી નાખ. ઘી-દુધ, દહીં એવા પ્રણીત આહાર લેવાથી ઈંન્દ્રિય વધુ પ્રદીપ્ત થાય છે. તેથી નીરસ આહાર કરવા. આમ કરવા છતાં મન કાબુમાં ન રહે તે ભુંદરી કરવી. ભૂખ કરતાં ઓછું ખાવું. અતિ માત્રા અ હારથી આઠમીવાડના ભંગ થાય છે. આ વાત એક સાધુ માટે જ છે, એમ ન સમજશેા. સાધુના પેટા વિભાગમાં શ્રાવકોને પણ સમાવેશ થઇ જાય છે. ઉષ્ણેાદુરી કરવા છતાં મન ઢચુપચુ થઈ જાય તા ઉભા ઉમા આખી રાતના કાઉસગ્ગ કરવા, ઈં ન્દ્રિયાને થકવી દેવી, છતાં મન વિદ્ભવળ અને તા એક ગામથી બીજે ગામ ચાલ્યા જવું. વિષય ઉત્પન્ન કરનાર નિમિત્તોથી દુર રહેવું. આમ છતાં વિકારી ભાવ તમને સતાવે તે ચારે આડારના ત્યાગ કરી સંથારો કરવા. બહારને! ત્યાગ કરી જીવનદેરી ટુંકાવવી તે શ્રેષ્ઠ છે, પરંતુ અબ્રહ્મનું સેવન કરવું ચેાન્ય નથી. મૈથુનથી આત્મઘાત થાય છે. શરીરઘાત કરતાં આત્મઘાત ભયંકર છે, પ્રદ્દાચ ના અનુસ ધાનમાં જ ભગવાન ફરમાવે છે કે બ્લાક :-પુત્રટ્ટા વચ્છા હાલા, पुव्व फासा पच्छा दंडा ॥
કામણેાગમાં લેપાણાં પહેલાં વિવિધ પાપેામાં ફસાઈને સંકટ ભાગવવાં પડે છે. અથવા પહેલાં કામ ભાગનુ સેવન કરી ત્યાર પછી સંકટ ભેગવવા પડે છે. કામવાસના શા માટે અધમતાનું કારણ છે, તેમાં ભય કરતા કેવી છે તે સમજવુ' જોઈ એ. કામવાસના આત્માને બેભાન બનાવી દે છે. જ્યારે વિષયવાસના ચિત્ત પર સવાર થાય છે ત્યારે આત્મા તેના દાસ બની જાય છે. આત્માને વેચીને કામલેાગનુ સેવન થઈ શકે છે. અને એવા કલુષિત મનવાળા સાધક પેાતાની સાધનામાં સફળતા મેળવી શકતે નથી. ચિત્તમાં વિકાર અને સંયમ અથવા સ ́સ્કાર એકી સાથે રહી શકતા નથી. તથા અબ્રહ્મના કુટુ પરિણામ આલેાકમાં તથા પરલેાકમાં સહન કરવા પડે છે. એ પ્રવૃત્તિ કરનારને પૈસાની પણ જરૂર પડે છે. તેથી પાપની શરુઆત થાય છે. કામથી કેધ જન્મે છે, ક્રેધથી માહ, માહથી સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમથી બુદ્ધિ નાશ અને બુદ્ધિનો નાશ થવાથી પતન: આવી રીતે કામભેાગથી પતનની પરંપરા શરુ થાય છે. તેથી જ્ઞાની પુરૂષાએ બ્રહ્મચર્યંના રક્ષણ માટે નવવાડની રચના કરી છે.