________________
ઉધના સમાચારથી તેના મનને ખૂબ સંતાપ થયે. અને કંટાળીને એક રાત્રે ઘરમાંથી ભાગી નગર બહાર નીકળી ગઈ. જંગલમાં ચાલી જાય છે. પિતે ગર્ભિણી છે. દહાડા ભરાઈ જવા આવ્યા છે. ખૂબ ચાલવાથી થાકી ગઈ છે. એમાં પ્રસૂતિની પીડા ઉત્પન્ન થાય છે. પાસે કે દાયણ કે નર્સ નથી. સુવા માટે પલંગ અને ગાદલું તે શું પણ એક ગોદડું પણ નથી. સ્ત્રીને પ્રસૂતિની વેદના એટલી બધી કારમી હોય છે કે તે જોતાં વૈરાગ્ય થઈ આવે. પ્રસૂતિ કેરી પીડ પ્રસૂતા નારી પીછાણે, અજ્ઞાત વાંઝણીને શું, જેને વીતી હોય તે જાણે.
જેણે પીડા ભેગવી હોય તેને ખબર પડે. બીજા શું જાણી શકે? ખૂબ વેદના થવાથી સુવર્ણ બેભાન બની જાય છે. અને જંગલમાં એક પુત્ર તથા એક પુત્રીને જન્મ થાય છે. ઠંડા પવનથી ડી વારમાં તેને મૂછ વળે છે. બે નાના બાળકની માતા બનવાથી સુવર્ણ આનંદમાં આવી જાય છે. બાળકને ઉદેશીને કહે છે. હે પુત્ર! તું જ હવે મારે બેલી છે. તારા આધારે હું મારું જીવન વીતાવીશ. સુવર્ણ અજ્ઞાન છે. પ્રભુનું શરણું લેવાને બદલે પુત્રનું શરણું લે છે. સુવર્ણએ તેસલની વીંટી બાળકને ગળે બાંધી અને પોતાના નામની વીટી બાળકીના ગળે બાંધી. પછી સાડીના બે ભાગ કરી એક ભાગમાં બે બાળકને બાંધ્યા અને એક ભાગ પિતે ઓઢ. પિટલી એક બાજુ મૂકી પિતે પર્વતના ઝરણામાં સ્નાન કરવા ગઈ. પાછળથી એક વાઘણ આવી પિટલી ઉપાડી ગઈ. થોડે જતાં પિટલીની એક ગાંઠ ઢીલી પડી ગઈ, છૂટી પડી ગઈ અને બાળકી નીચે પડી ગઈ. વાઘણ તે પિતાની ગતિએ ચાલી જાય છે. તેને કાંઈ ખબર નથી. જેનું આયુષ્ય જમ્બર હોય તેને ગમે ત્યાંથી સહાય મળી જાય છે. વાઘણ બાળકને લઈ જઈ રહી છે, ત્યાં એક રાજા શિકાર કરવા આવ્યું. વાઘણને જોતાં એક, બે, ત્રણ ગોળી છોડી. અને વાઘણ મૃત્યુને શરણ થઈ ગઈ બાળક એક બાજુ પડી ગયું. રાજા શિકારની નજીક આવે છે, ત્યાં બાળકને જુએ છે અને કોઈ દૈવી ભેટ માની લઈ લે છે. તે જ રસ્તેથી પ્રધાન નીકળે છે. તેને બાળકી મળે છે. પિતાને કાંઈ સંતાન નથી, તેથી તેને લઈ ઘર ભણી પ્રયાણ કરે છે. બાળકે વાઘણના મુખમાં આવ્યા પરંતુ તેમને શુભેદય કેટલે કે વાઘણે તેમને તરત ભરખી ન ખાધા. અને રાજા તથા પ્રધાનની પાસે આવી ગયા, જેથી તેમનું લાલનપાલન પણ સુંદર રીતે થાય. પેલા રાજા સબળસિંહે ગામમાં વાત ફેલાવી કે રાણીને ગર્ભ હવે તે વાત અમુક કારણસર ગુપ્ત રાખેલી, આજે રાણીએ પુત્રને જન્મ આપે છે. ગામમાં જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને બાળકનું નામ વ્યાધ્રદર પાડવામાં આવ્યું. પેલી બાળકી જંગલમાંથી મળી તેથી તેનું નામ વનદત્તા રાખ્યું. આ બાજુ સુવર્ણ શુદ્ધ બની પાછી આવી જોયું તે ત્યાં બાળકો ન મળે. આથી તે ખૂબ કપાત કરવા લાગી. અંતે ફરતી ફરતી
જ્યાં બાળક હતાં તે નગરમાં આવી, અને પ્રધાનને ત્યાં જ કરીએ રહી. વનદત્તાને ઉછેર તેના હાથે થવા લાગે, પણ પિતે જાણતી નથી કે આ મારી જ પુત્રી છે.