________________
કુપ ૯ દાખલા બરાબર ગણ્યાં. પણ એક દાખલો આવડો નહીં. અને મોટાભાઈ પાસે ગણાળે. બીજે દિવસે નિશાળે ગયા. બધાના દાખલા પાંચ છ સાચા પડ્યા. પણ ગોખલેના દસ દાખલા સાચા પડ્યાં અને માસ્તર ખુશ થયા અને એક રૂપિયે ઈનામ આપ્યું. ગોખલે તે રેવા માંડ્યા. બીજા છોકરાઓ કહે છે અરે, આ મૂર્ખ છે. રૂપિયે મળે અને રોવા બેઠો. ગોખલે કહે છે, આ ઈનામને હું લાયક નથી. નવ દાખલા મેં ગણ્યા છે, પણ દસમો દાખલો મારા મોટાભાઈએ ગણી આપે છે. આ ઈનામને હું લાયક નથી. ગોખલે સત્ય હકીક્ત બેલ્યા અને માસ્તર આનાથી વધારે ખુશ થયાં અને પાંચ રૂપિયા આપ્યા. અને માસ્તરે કહ્યું, મારા વિદ્યાથી આવા સાચાબોલા છે તે જાણી મને અત્યંત આનંદ થાય છે. ભવિષ્યમાં ગોખલે મહાન નેતા બન્યાં. આજે તે વિદ્યાથી ચોરી કરીને પાસ થવાવાળા છે. સમાજમાં પણ જ્યાં જુઓ ત્યાં ચેરી થઈ રહી છે.
તાકામાંથી વાર રે, કાપડીયે પણ ચોર, વારમાંથી તસુ ચોરે, દરજીડે પણ ચોર. વાલમાંથી રતી ચોરે, તેની પણ ચોર, રીયલ કહીને કલચર આપે, ઝવેરી પણ ચોર. આ સમયમાં જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ થોર,
કેઈ ધન ચોરે કોઈ મન ચોરે, કોઈ કોઈનાં ચિતડાં ચોરે. કાપડીયે કાપડને માપતાં માપતાં એક વાર ઓછું કરી નાખે. ઘરાગને ખબર ના પડે. ભગવાન કહે છે દંભ-3ળ શા માટે કરે છે? જેવા અંદર છે એવા બહાર દેખાઓ. ચોરી, જુઠ આદિ કરી તમે તમારા આત્માને જ છેતરી રહ્યા છે. ઘણું હાસ્યમાં પણુ જીરું બેલે છે. એપ્રિલની ૧લી તારીખે એપ્રિલકુલ કરે, મશ્કરીમાં જીરું બેલે, કંઈકને ધ્રાસકા પડાવે. પણ જુઠ્ઠથી આત્મા ભારેકમ બને છે. એ સમજાતું નથી. વિદ્યાથીને કાંઈ આવડતું ન હોય, પણ દર પરીક્ષાએ શિક્ષકને લાંચ આપી દે, એટલે વગર મહેનતે આગળ ચડી જાય. પચાસ પચાસ કેસની થપ્પી પડી હોય ને ચાપાણીના પૈસા આપો એટલે તમારે કેસ ઉપર આવી જાય. બધે જુઠ્ઠાણું ખૂબ જ વધી ગયું છે. કન્યા નાની હોય એને મેટી કહેવી, આવડત વગરની હેય એને ભયે ભાત પાડી છે એમ કહેવું. આ પણ જુઠું છે ને! જુઠું બેલીને હક લગાડવા, એકબીજા ઉપર તુટી પડવું. આ બધું અસત્યને લીધે થાય છે. જર-જમીન માટે કેટલા ઝગડા થાય છે? કઈ સાથે જમીન લઈ ગયું? આજે પૈસાવાળા પણ દુઃખી હોય છે અને વગર પૈસાવાળા પણ દુખી છે. પિસાથી સુખી એમ મનને મનાવે છે. પૈસા આવે છે ત્યારે રાજી થાય છે, અને જાય છે ત્યારે ઢઢફ થઈ જાય છે.
એક પેઢીમાં એક શેઠે ૨૫ લાખ ધીર્યા છે. અચાનક પેઢી બેસી જાય છે. આ