________________
પાસે સરનામું છે તેથી મકાન મળી ગયું. ત્રણવાર બારણું ખખડાવે છે ત્યારે બહેન બારણું ખેલે છે. આને વેશ જઈને કહે છે. આવા ને આવા ભીખારા ચાલ્યા જ આવે છે, જા ચાલ્યા જા ! કાંઈ રાંધ્યું નથી.” તે પુછતી પણ નથી કે તું શા માટે આવ્યો છે? જેરામ કહે છે. બહેન લેવા નહિ દેવા આવ્યો છું. તમારા પિતા અંદર હોય તે બેલા. બહેન અંદર જાય છે, દિવાનખાનામાં બધા ચા-નાસતે ઉડાવી રહ્યા છે ત્યાં જઈને કહે છે. બાપુજી! કેઈક તમને બેલાવે છે. “પિતા કહે છે કેણુ છે! તું જ પતાવી દે ને !” પિતાની આજ્ઞા થતાં તે બહાર જાય છે અને કહે છે “તારે જે કામ હોય તે મને ઝટ કહી દે. મારે મોડું થાય છે.” બેલવામાં પણ કેટલી અસભ્યતા છે? જેરામ પાકીટ બતાવી પુછે છે આ પાકીટ તમારૂં છે? પાકીટ જોતાં ધ્રાસકે પડયે આ તે મારૂં જ પાકીટ છે, કયારે પડી ગયું હશે? તે બહેન કહે છે હમણું બહાર ઉભે રહેજે, હું આવું છું. જેરામને એમ કે કાંઈક બક્ષીસ આપશે, જે લેવાની તે મારી સ્ત્રી ના નહિ જ પાડે”, રાહ જોઈને ઉભે છે. બહેન રૂા. ગણીને આવ્યા. બરાબર છે–એક રૂા. પણ ઓછો થયે નથી. પિતાના આટલા પૈસા એમ ને એમ સુપ્રત કરનારને આભાર પણ ન માને. આદરસત્કાર પણ ન કર્યો. એક સેનેરી પિકેટમાં એવું જુઠું ભરીને લાવી અને કહ્યું “આ લે લઈ જા અને ખાજે” આને તે એમ કે કેવી સુંદર મીઠાઈ આપી હશે, પણ ખેલીને જોયું ત્યાં તે વધેલું ને એવું જુદું હતું. બહેન, મારે નથી જોઈતું, આ પાછું લઈ લેજો એમ કહી ચાલ્યા જાય છે. ઘરના કોઈજોવા પણ નથી આવતાં. થોડા રૂા. આપવાની પણ વૃત્તિનથી જાગતી. બીજે કઈ લઈ ગયા હતા તે ! નાહી નાખી ને? જેરામ ઘેર આવે છે. પત્ની પૂછે છે “ઘર મળી ગયું? પાકીટ દઈ આવ્યા ને? “હા” દઈ આવ્યો. પણ કાંઈ ઈનામે ય ન આપ્યું.” જેરામે પત્નીને કહ્યું હજુ તમારે બક્ષીસ જોઈએ છે? આપણે શુભ ભાવ એજ પ્રશસ્ત છે. બક્ષીસની શી જરૂર છે? તમારે પણ ત્રીજા વ્રતમાં આવે છે ને પડી વરતુ ધણયાતી જાણી ઈત્યાદિક મટકું અદત્તાદાન લેવાના પચ્ચખાણ.” પૃથ્થકરણ કરીને વિચારે તે ખ્યાલ આવશે. પડેલી વરતું ધણીને ન આપે તે પણ અદત્તાદાન લાગે છે. કાળથી સમયની વાત બતાવે છે. નેકરને આટલા વાગ્યે છુટ કરવાનું છે ને ન કરે. પહેલી તારીખે પગાર ચૂકવવાનું હોય ને લેવા આવે તે આંટા ખવરાવે હમણું નહિ પછી આપીશ. એમ બેટી રીતે હેરાન કરે. વધારે સમય સુધી તેની પાસે કામ લઈ પગાર એટલે જ આપે. આ બધા કાળથી અદત્તના પ્રકારે છે. પાંચ મીનીટ મોડો આવે તે પગાર કાપી નાખે. તે જેને પગાર પર જ આધાર છે એના તે ગળા પર જ કાતર પડે ને? ઉપાશ્રયને નેકર હોય, તેને પગાર ઉપાશ્રયમાંથી મળે ને કામ ઘરનું કરાવે તે એરી લાગે છે. ભાવથી કેટલાકને નામ કમાવાની ભાવના હોય છે. એક માણસે સાધમિક ફંડમાં અમુક રૂપિયા નોંધાવ્યા. અને કહ્યું. લખે “એક સદ્દગૃહસ્થ તરફથી ૧૦૦૦ રૂ. પછી બીજે કહે, જે સદ્દગૃહસ્થ ૧૦૦૦ રૂા. લખાવેલા ને, એ તે મારા હતા!