________________
yoo
છે, પણ તેના પર ફળ એકેય નથી. માત્ર ઝાડ કે અસંખ્ય પાંદડાથી શું રાજી થવાનું? એમ જવને પુન્યના ઉદયથી ધન, માલ-મિલકત કે પુત્ર-પરિવાર મળી જાય, પરંતુ સાધનાના ફળરૂપે, આત્માની સાચી શાંતિ, સુખ કે સંતોષ ન મળે તે બાહા પદાર્થોમાં શું રાજી થવાનું? આત્માનું સુખ, શાન્તિ કે આબાદી મેળવવા માટે ભગવાને બે પ્રકારને ધર્મ બતાવ્યું છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ સાધુ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. પણ જેને જેવી કિંમત આપવાની શક્તિ હોય તેવી તે વસ્તુને ખરીદી શકે છે. સંયમ એટલે સમ્યક્ પ્રકારે ઈન્દ્રિયોને નિયમમાં લેવી તેનું નામ છે સંયમ.
આ એક બે દિવસ કે ચાર છ દિવસની વાત નથી. આ તે જાવજીવ સુધીનું મહાવ્રત લેવાનું છે. આ અતિ કઠિન તપશ્ચર્યા છે. આ કાંઈ હાલી–મવાલી કે માયકાંગલાનું કામ નથી. આ તે શૂરવીર ને ધીરને માર્ગ છે. ખાંડાના ખેલ ખેલવાના છે, પૂરતી કિંમત ચૂકવવાની છે.
अग्ग वणिएहि आहियं धारेन्ति राइणिया इह।
एवं परमा महव्वया अस्त्राया उ सगइय भायण ॥ મહાન કિંમતી એવા રત્ન વેચવાવાળે રજવાડામાં કાં તો ધનાઢય શ્રીમંત વસતા હેય ત્યાં વેચવા જાય છે. કારણ કે રત્ન ખરીદવાની ત્રેવડ એને છે. પૂરી કિંમત એ આપી શકે છે અને મૂલ્યવાન રને ખરીદી શકે છે. એમ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભેજન– ત્યાગરૂપ રનને પણ શૂરવીર પુરુષે ખરીદી શકે છે. તમારે તે એક કંદમૂળની બાધા લેવી હોય તે પણ એમાં કેટલીય છૂટ રાખે. આદુને રસ તે પીવું જોઈએ, એટલે આદુની છૂટ. તબીયત ઠીક ન હોય તે લસણની ચટણી કદાચ વાપરવી પડે એટલે એની છૂટ. અને બાકીનામાં સાજે-માંદે છૂટ, ગામ-પરગામ છૂટ, અરે ભાઈ! સાજે છૂટ અને માંદેય છૂટ, ગામમાં છૂટ ને પરગામમાંય છૂટ ! તે બાધા કયારે? મૃત્યુ થાય પછી ? એક વ્રત હ, પણ અડગ નિશ્ચય અને મક્કમતાપૂર્વક એનું પાલન કરે.
કઈ બુરા કહે યા અચ્છા લક્ષ્મી આવે યા જાવે, લાખ વર્ષે તક છવું યા મૃત્યુ આજ હી આ જાવે, અથવા કોઈ કૈસા હી ભય યા લાલચ દેને આવે,
તે ભી ન્યાય માર્ગ સે મેરા કભી ન પગ ડીગને પાવે.” વ્રત લીધા પછી કઈ વખાણે કે વર્ષે ડે, લાખો રૂપિયા આવે કે જાય, કોઈ ભય આવે, દેવતાના ઉપસર્ગો આવે કે કઈ ગમે તેવા પ્રલોભને બતાવે, મૃત્યુ આજ આવે કે વર્ષ સુધી જીવું, પણ મારી પ્રતિજ્ઞામાંથી એક પણ પગલું પાછો હઠવાને જ નથી, આ