________________
વ્યાખ્યાન નં.૭૧
આ
સુદ ૬ શનિવાર. તા. ૨૫-૯-૭૧
- અહીં નિષધકુમારને અધિકાર ચાલે છે. ભગવાન ચેથા વ્રતનું સ્વરૂપ સમજાવે છે. બ્રહ્મચર્ય વ્રત એ અહિંસાનું પિષક છે. ભગવતીજી સૂત્રમાં ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે ભગવાન! મૈથુનની પરિચારણા કરતાં જીવને કેટલે અસંયમ થાય? ભગવાન કહે છે હે ગોતમ, અબ્રહ્મચર્ય સેવન કરતાં એક બે ત્રણથી માંડીને નવ લાખ ગજ મનુષ્ય જે ૧૦ પ્રાણુના ધરનારા છે, તેમને અને તે ઉપરાંત અસંખ્યાતા સમુઈિમ છને નાશ થાય છે. દેવનાર કે વાંદરાના કતલખાનાની વાત સાંભળીને અરેરાટી થાય, કંપારી છૂટે ત્યારે આ ભગવટામાં મનની અને ઈન્દ્રિયેની ખુશી ખાતર કેટલા જીને કચ્ચરઘાણ નીકળે છે એની કંપારી છૂટે છે?
અમ કર્યો હોય તે ભૂખ લાગે, ઉલ્ટી થાય, ચક્કર આવે. બ્રહ્મચર્ય પાળતાં કાંઈ ભૂખ તરસ લાગતી નથી કે ચક્કર આવતા નથી. પણ વિષય લુપી અને આ વાત સમજાતી નથી. એક અભિનેત્રી ઝવેરી બજારમાં દાગીનાની ખરીદી કશ્વા નીકળી હોય તે એને જેવા લેકેની ઠઠ જામે. આ પણ ઇન્દ્રિયની લુપતા જ છે ને! પણ ઇન્દ્રિ તે અતૃપ્ત જ છે. ગમે તેટલું તેને આપશે તે પણ શાંતિ નહીં થાય.
जहा दवगी पउरिन्धणे वणे समारुओ नोवसमं उवेइ
પરિનિરાળી મોળો જ વમયાવીસ હિચાર # ઉ.અ. ૩૨.ગા.૧૧ દાવાનળ લાગે છે, ભડભડતી વાળાએ નીકળે છે. તીખારા ઉડે છે. ધુમાડાના ગેટે ગોટા નીકળે છે. આવી આગમાં લાકડા હેમ, ઘાસલેટના ડબ્બા ઠલ તે શું એ આગ શાન્ત થશે? એમાં પવન ફૂંકાય એટલે એ આગ વધુ પ્રજવલિત બને. એવી રીતે ઈન્દ્રિયની આગમાં વિષયના ઈધણ હેમે તો એ આગ શાંત નહિ થાય પણ એને વીતરાગ વાણીના પાણી છે.ટીને શાંત કરે. ઉપવાસ કરવા સહેલા છે પણ ઇન્દ્રિઓને કાબુમાં લેવી બહુ મુશ્કેલ છે. એક ચપટી વગાડે ત્યાં જંબુદ્વિપને સાત ચકકર મારી શકે એવી શક્તિવાળા દેવતાઓ પણ બ્રહ્મચર્ય પાળી નથી શકતા. માટે તેઓ બાચારીને નમસ્કાર કરે છે. નવ નવ કોટીએ બ્રહ્મચર્ય પાળવું બહુ કઠીન છે. ખાંડાની હારે ચાલવા જેવું છે,