________________
કેવાં કેવાં દુખડાં સ્વામી મેં સાં નારકીમાં, એક રે જાણે છે મારે આત્મા એજી...૨ લબકારા કરતી કાળી વેદનાઓ સહેતાં સહેતાં,
વર્ષોના વર્ષે સ્વામી મેં વિતાવ્યા ત્રાસમાં.” જેને જાતિસ્મરણ જ્ઞાન થયું કે જેણે પોતાના પૂર્વભવ જોયાં, નારકીના દુખે પ્રત્યક્ષ નિહાળ્યાં તે ત્રાસી ગયા. કેવી ભયંકર વેદના, કે ત્રાસ, ચારે બાજુ મારે મારે, કાપ કાપના ભયંકર શબ્દો સંભળાય, લબકારા કરતી અસહ્ય કાળી વેદનાઓ છેદી નાખે, ભેદી નાખે. લુગડાની જેમ નીચવી નાખે, શેરડીની જેમ પીલી નાખે, તાંબુ ઉકાળી ઉકાળીને ગળામાં રેડે, આવા દુખે કેમ ભેગવવા પડ્યા? પિતાની જ ભલથી ને? ત્યાં પછી ચમાર હોય કે ચમરબંધી હેય, કોઈનેય ફળે ચાલે નહીં. અરે, ચરમશરીરી છેલ્લભવ–મેલગામી ઇવેને પણ કમેં છેડયાં નથી. “કરમ છોડશે ના તને કોઈ કાળે, જનમ જ્યાં ધરે તું તને ત્યાં સંભારે”
ગમે તે ગતિમાં, ગમે તે સ્થાનમાં હઈશ તે પણ કમ તને બદલે આપ્યા વગર છોડશે નહીં. ધન, માલ, મિલકત, સ્ત્રી, પુત્ર-પરિવાર કે છ ખંડનું રાજ્ય સાથે નહિ આવે પણ કર્મ તે સાથે જ આવવાના. અહીંના ક્ષણિક આનંદ પાછળ અનંતુ દુખ રહેલું છે. સુરા ને સુંદરી પાછળ પડયા એના તે ભુક્કા ઉડી ગયા. માટે સમજે. જેનું મન નબળું છે એને તે એવા દશ્ય જોવે તેય મન ડહોળાઈ જાય. વીર્યનું ખલન થાય, વીર્ય પાતળું પડી દ્રવી જાય. શક્તિ ખલાસ થઈ જાય. આથી અનેક થાય છે અને દુર્ગતિના દુઃખ દેખવા પડે છે. માટે સમજીને સ્વમાં ઠરે, મોહને છોડે. મોહ એ સેનાપતિ છે. એને નાશ થયાં પછી બીજા કર્મ જલદી નાશ પામશે. તુટે મોહ તે તેડાય સર્વ કર્મને રે સુકી તેડતાં સુકાય જેમ તા ગમાર,
મુકી દે સંગત મહામહની...જી તાડના ઝાડની એક ઘોરી નસ જે તેડી નાખે તે તે તાડનું ઝાડ પડી જાય એમ મોહને નાશ થાય, એટલે બધાં કર્મ નાશ પામે છે. માટે વીતરાગ કથિત ધર્મ સાંભળે. અને સાંભળ્યા પછી જીવનમાં ઉતારે. વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવા કટિબદ્ધ બને. જીવનને ઉજજવળ બનાવે તે આત્માનું અવિનાશી કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે.