________________
**
હરી, તે તે એ અને એના ભગવાન બે જ જાણી શકે ને ? સરકારી દવાખાનામાં દિકરાનો તબિયત ખતાવી. ડોડટર દવા ઉતારી આપી પણ ગરીબ માણસને પૈસા વિના દવાની સગવડતા કયાંથી મળે? ચાર દિવસ પહેલા જ પિતા પુત્ર પાછા આવ્યા, અને આજે એ ગરીબનું રત્ન કાળે ઝુંટવી લીધું. હવે તું જ કહે, જેણે તે ગરીબનુ ખિસ્સું કાપ્યુ હશે તે ખૂની ખરી કે નહિ ? અત્યારે તેના માતાપિતાને પણ કેટલું દુઃખ થતું હશે કે પૈસાના અભાવે અમે દવા કરાવી શકયા નહિ. અને પુત્ર ગુજરી ગયા. આ સાંભળી ભાઈ કહે છે “ મ્હેન ! એ ખીસુ' કાપનાર હુ જ હતા ખરેખર! તું કહે છે એ સાચું છે. હું ખૂની છું, લુંટારા છું. આવા તે મે અનેક પાપ કર્યાં છે. એક મજુરે કાળી મજુરી કરી પ૦ રૂા. ભેગા કર્યાં, તેના પિતાને મનીઓર્ડર કરવા જતા હતા ને મે' તફડાવી લીધા. એક ખેડૂત પેાતાની પ્યારી બાળકી માટે આંઝરી ખરીદીને ઘર તરફ પ્રયાણ કરતા હતા. મેં ખીસ્સુ કાપ્યુ. અને ઝાંઝરી લઈ લીધી. એ ખેડૂત કેવા હુંશભેર જઇ રહ્યો હતા. ઘેર જઈ દિકરીને અ ંજીરી આપવા ખીસ્સામાં હાથ નાખ્યા હશે અને ઝાંઝરી નહિ મળી હૈાય ત્યારે એને કેવા ધ્રાસકો પડયા હશે ? અરે....રે, મારાં તે કેટલાં પાપાને, કેટલા આવા ગાઝારા પ્રસંગેાને યાદ કરૂ! મ્હેન ! આજે મારી આંખ ઉઘડી ગઈ છે. મને મારા દુષ્કૃત્યેના ખૂબ પશ્ચાતાપ થાય છે. હવે આવા પાપ કદી નહિ કરૂં. તુ... મારી સાથે ચાલ. આપણે ઉપરવાળાને ૨૦૦ રૂપિયા આપીએ. ” મનસુખલાલ ૨૦૦ રૂા. આપી આવે છે. મ્હેનનાં સંગે ભાઈ સુધરી જાય છે. એન નીતિવાળી અને પ્રમાણિક હતી. અને પેાતાનામાં દૃઢ રહી તે ભાઈ પર કેવી અસર પડી? ભાઈનું જીવન સુધર્યું. ને આજે તે સીફતથી ચોરી કરે, પૈસા મેળવેને ખાલે કે,લખા મારા પાંચ હજાર, દશ હજાર રૂપિયા. ઉપાશ્રયનુ મકાન ધાવવાનુ છે. ૪૦ હજાર રૂા. આપે તેનું નામ લખાશે. તે લખાવી દ્યો ને? પણ આ નાણું કયાંથી આવ્યું ? કેટલાની આમાં હાય છે. એ કદી વિચાયુ છે? એના કરતાં ન્યાય— નીતિથી આજનુ માજ મેળવી જીવન ચલાવનાર ધર્માદામાં ફક્ત પાંચ જ રૂા. આપે, છતાં તે શ્રેષ્ઠ છે. ચોરી કરવા જેવી નથી એવું હૈયે બેઠું'? ‘હા’ આ માત્ર જીભથી જ હા પાડી દેવાથી પતી જવાનું નથી. હૈયાને આ વાત સ્પશી જાય તા એને આચરતા વાર નહિ લાગે. માટે ખેાધ સાંભળીને હૃદયમાં ઉતારા. અને જીવનમાં નક્કી કરા કે મારે ચોરી કરવી જ નથી. અનાસક્ત ભાવ કેળવેા. ભગવાન, સાધુને પણ કહે છે છે. “ સામ્નિયાળ તેળ રેમાળે ” તથા અન્ય ધીનું લઈ લેવું તે ચોરી છે. તે આઠમા પ્રાયશ્ચિતના અધિકારી બને છે. તેને ગચ્છથી બહાર મૂકવામાં આવે છે. અથવા તેનાથી આહાર પાણી જુદા કરવામાં આવે છે. ચોરી ખરાબ છે. ચોરી કરવી તે બુરી ટેવ છે. હજી પણ વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
"