________________
કાર નાંખી દીધે. જ્યાં બરફી મોઢામાં ગઈ અને તેને સ્વાદ આવ્યું ત્યાં તે જાટપુરૂષને થયું કે ઓહોહો ! આ તે ગુડરાબ કરતાં પણ ઘણી મીઠી ચીજ છે. પછી તેણે ગુડરાબની માંગણી કરી. કહેવાનું તાત્પર્ય એ કે જ્યાં સુધી સારી વસ્તુનું ભાન ન થયું હોય ત્યાં સુધી બીજી વસ્તુ સારી લાગે. એમ જ્યાં સુધી આત્મસુખને અનુભવ થયો નથી ત્યાં સુધી સંસારના ભૌતિક પદાર્થો સારા લાગે. માટે ત્યાગમાર્ગને અનુભવ કરે. એને સ્વાદ કરે. નિષધકુમારે પ્રભુની વાણી સાંભળી અને સાંભળીને તેઓ ખૂબ જ પ્રકુલિત બની ગયા.
દેશવિરતી બનવા તૈયાર થયા છે. આ માર્ગે આગેકૂચ કરવાની શક્તિ પણ માનવામાં જ છે. કારણ કે નારકી, દેવતા અપચ્ચખાણ છે. બહુ બહુ તે આગળ વધી વધીને એ ચોથા ગુણસ્થાનક સુધી જઈ શકે. એટલે સમકતી થાય, પણ વ્રત-પચ્ચખાણ ન કરી શકે. જ્યારે તિર્યંચ એથી આગળ વધીને દેશવિરતી એટલે શ્રાવકના ૧૧ વ્રત આદરી શ પણ એથી આગળ વધી શકતા નથી. ત્યારે માનવી તે સર્વશક્તિમાન છે. એ જે ત્યાગમાર્ગે આગળ વધે તે ચૌદ ગુણસ્થાનક સર કરીને મોક્ષમાં પણ જઈ શકે છે. મોક્ષમાં જવાને પરવાને માનવ જન્મમાં જ મળે છે. ઉર્ધ્વગામી જીવન પણ માનવી કરી શકે છે. તે આપણને શેની અભિલાષા છે? આપણી ક્યા માર્ગે આગેકૂચ છે? અંગ્રેજીમાં March શબ્દ જે નામ તરીકે વપરાય તે તેને અર્થ માર્ચ મહિને થાય છે. પણ જ્યારે એ શબ્દને ક્રિયાપદમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને અર્થ કૂચ કરવી થાય છે. તે આ માર્ચ શબ્દ આપણને સમજાવે છે કે તમે આગેકૂચ કરે, પણ શેમાં? તે March શબ્દનાં પાંચ અક્ષર છે. તેમાં પ્રથમ અક્ષર M આપણને કહે છે કે March in the field of the marcy તમે દયાના ક્ષેત્રમાં આગળ વધે. કારણ કે દયાળુ હૃદય એ નંદનવન જેવું છે. નિષ્ઠુર હૃદયના બાદશાહ કરતાં દયાળુ હૃદયને કંગાળ માણસ વધારે ચડિયાત છે. દયા-અનુકંપા-સેવા-પ્રેમ-મૈત્રી વગેરે સર્વ અહિંસાના જ સ્વરૂપ છે. Kindness is the golden chain by which society is bounb together. સમાજને સંગઠિત રાખવા માટે દયા એ સોનેરી સાંકળ છે. માટે આ આપણને કહે છે કે તમે દયાના ક્ષેત્રમાં આગળ વધે. ત્યાર પછી બીજે શબ્દ “A” આપણને કહે છે કે March in the field of the ambition. તમારી જે જે મહત્વાકાંક્ષા હોય તે તે ક્ષેત્રમાં આગળ વધે. કારણ કે માનવને એ જન્મજાત સ્વભાવ છે કે જ્યાં તેને મન થયું ત્યાં તે દંતચિત્ત થઈ કામ કરીને એ વસ્તુ મેળવવાના પ્રયત્ન કરતું જ રહે છે. બાળક ભણતે હેય તે ત્યાં પણ એ વિચારશે કે મારે શું બનવું છે? ડોકટર, વકિલ કે ઈજનેર? તે તેના જે મને રથ હશે તે લાઈન એ મેટ્રીકમાં આવ્યા પછી લેશે. તેમ આપણી પણ શી મહત્વાકાંક્ષા છે? મોક્ષની જ ને? તે એ માર્ગે આગળ વધવા માટે તેને તરૂપ સાધન એવા ત્યાગ માર્ગને અંગીકાર કરવાથી જ તેની પ્રાપ્તિ થશે. માટે A કહે છે કે તમે તમારી મહત્વાકાંક્ષાના ક્ષેત્રમાં આગળ વધો. ત્યાર પછી ત્રીજે અક્ષર