________________
કઈ એક મારવાડી શેઠ પિતાનાં સસરાનાં ગામ ભણી પગે ચાલીને જઈ રહ્યાં હતા, કારણ કે અગાઉ કોઈ એવા ખાસ સાધન ન હતાં. એટલે પગે ચાલીને જવું પડતું. પરંતુ રસ્તામાં સપ્ત તડકે-લાંબો પંથ એટલે તે શેઠ ખૂબ થાકી ગયા. સંતે-તંતે–પરિતંતે થઈ ગયા. જે માણસ થાકે, કંટાળે તે કેઈને આશરે ઈ છે તેમ હવે આપણે આ ચૌગતિના ફેરા ફરીને થાક્યા છીએ? થાકયાહઈએ તે સદ્દગુરૂને સહારો લેવો પડશે કે જેથી આપણે બેડો પાર થાય. શેઠ તે થાકીને બેસી ગયા. ત્યાં એક જાટ પુરૂષ ગાડામાં શેઠને જે ગામે જવું હતું તે જ ગામે જઈ રહ્યો હતો. એટલે તેને કહે છે ભાઈ ? મને તારી સાથે લઈ જઈશ ? હું ખૂબ થાકી ગયો છું. તું મંગીશ તે તને હું આપીશ. કારણ કે તે મારવાડી શેઠ સમજતું હતું કે જાટ પુરૂષ માંગી માંગીને શું માંગશે? અને હું તે પહેલવહેલે સાસરે જાઉં છું એટલે મારી આગતાસ્વાગતા કરવામાં સસરાએ કાંઈ કમીના નહીં રાખી હોય. એટલે હું આ જાટ પુરૂષને મિષ્ટ ભજન કરાવીશ. એટલે તે ખુશખુશ થઈ જશે.
જાટ પુરૂષે કહયું કે શેઠ! તમને હું લઈ તે જાઉં, પણ તમારે મને ગુડરાબ આપવી પડશે. મારવાડી ભાષામાં ગોળને ગુડ કહે છે. એટલે ગોળની રાબ. ત્યારે શેઠે કહયું: અરે ! ગુડરાબ કરતાં પણ શ્રેષ્ઠ એવું મિષ્ટ પકવાન તને ખાવા આપીશ. પણ જેને પિતાના જીવનમાં બીજી સારી વસ્તુ જોઈ ન હોય તે તે એમ જ સમજે કે દુનિયામાં આ જ ઈષ્ટ પદાર્થ છે. આથી કોઈ ચડિયાતી વસ્તુ છે જ નહીં. સૌને સારી વસ્તુ જ ગમે છે. આપણને પણ સારી વસ્તુ જ ગમે છે ને ? કેઈ અપશબ્દ કહે છે તે આપણને નથી ગમતું. કોઈ સારા શબ્દ નવાજે તે તે ગમે છે. એકબાજુ મઘમઘતે બગીચે હોય ને બીજી બાજુ વિષ્ટાને ઢગલે હેય તો તેને ઇચ્છો? કઈ તરફ પગલાં ભરાય? “સર્વે જીવા સુહસાયા” સર્વ જીવો સુખ શાતા અને સારી વાતુના ઈચ્છુક છે. આ જાટપુરૂષે એની જિંદગીમાં ગુડરાબનું જ પાન કર્યું છે એટલે એની માંગણી કરી. ભલે ભાઈ, આપીશ. એમ શેઠે કહયું. બંને જણ ગાડામાં બેસીને સામે ગામ પહોંચ્યા. સસરાને ઘેર ગયા. જમાઈરાજ માટે ઘણું તૈયારી કરી નાંખી છે. શેડ હાઈ-ધોઈને જમવા બેઠા. સાથે પેલા જાટપુરૂષને પણ બેસાડ. ભાણું પીરસાણ, નવી જાતનાં પકવાને છે. શેઠે ખાવા માંડયું. પણ પેલે જાટપુરૂષ તે ખાતે જ નથી. એ તે ગુડરાબની રાહ જોઈને બેઠે છે. શેઠે કહયું. ખાવા માંડે ત્યારે કહયું : આમાં ગુડરાબ કયાં છે? અરે ભાઈ! આ તે ગુડરાબ કરતાં પણ કંઈગણું ચડિયાતા પદાર્થો છે. તું એકવાર સ્વાદ તે કર. જાટે કહયું. ના રે ના. મારે તે ગુડરાબ જોઈએ. આમ કહીને તમે છટકી જવા માંગે છે ? એમ કાંઈ હું તમને નહીં છોડી દઉં. ઝટ ગુડરાબ આપો. નહીતર જોઈ છે મારી ડાંગ, એમ કહીને શેઠને મારવા માટે ડાંગ ઉપાડી. એટલે શેઠ સમજી ગયા કે જે હવે કાંઈ નહીં કરું તે મારા સ વર્ષ અહિંયા જ પુરા થઈ જશે. કારણ કે આ જાટ માણસ જાડી બુદ્ધિનો છે. એટલે શેઠે એકદમ ઉભા થઈને જાપુરૂષનાં બંને હાથ પકડીને બરફીને ટુકડે સીધે તેના મોંમા