________________
* *
છે. તેની સેવામાં દેવતાઓ હાજર થાય છે, દેવ, દાનવ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ વગેરે બ્રહ્મચારીઓને નમન કરે છે.
र दाणव गंधव्या जक्खरक्खम किन्नर।
જયારે મંત્તિ તુષા જે નિત તે ઉ. અ. ૧૨ ગા. ૧૦ બ્રહ્મચર્ય રૂ૫ પમ પ્રવ છે, શાશ્વત છે, નિત્ય છે. આને આચરીને અનંત છ સિદ્ધ થયા, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે. સર્વ વ્રતમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ વ્રત છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં બ્રહ્મચર્યને ૩૨ ઉપમા આપી છે. પર્વતેમાં મેરુ પર્વત શ્રેષ્ઠ છે, હાથીમાં ઐરાવત હાથી, વસેમાં ક્ષેમયુગલ વસ્ત્ર, આભરણમાં મુગટ, વનમાં નંદનવન, સંઘયણમાં વજ - રાષભનારાચ સંઘયણ, ચતુષદમાં કેસરીસિંહ, રંગમાં કિરમજી, જ્ઞાનમાં કેવળજ્ઞાન, કાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, સાધુઓમાં તિર્થંકર શ્રેષ્ઠ, ઋદ્ધિમાં ચક્રવતી, હૈદ્ધામાં વાસુદેવ શ્રેષ્ઠ છે, તેમ સર્વ વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ અને મહાન છે. બ્રહ્મચર્યને મહિમા કંઈ એર છે. બ્રહ્મચારીને જોઈ મસ્તક નમી જાય. ધન્યવાદના ઉદ્ગારે નીકળી જાય. માટે મિલમાલિક હોય કે અનેક ઈન્ડસ્ટ્રીઝ ચલાવતે ઉદ્યોગપતિ હોય, ભૌતિક સુખના હેર હોય પણ એની નજર પરસ્ત્રી સામે હેય, પરસ્ત્રી લંપટ હોય, કોઈની બેન, દીકરીની લાજ લુંટતા જાય અચકાતે ન હોય, તે એ પૈસાથી કદાચ મટે ગણશે, તેને સૌ માન આપશે, પણ ગુણમાં એ સૌથી છેલ્લે પાટલે હશે. એ Linecut કહેવાશે. ધર્મસભામાં પહેલી લાઈનમાં બેસવા માટે તે એગ્ય નહિ રહે. માટે બ્રહ્મચર્ય ભાવ કેળવે. જેનું મન દઢ અને મક્કમ છે તેની સામે ગમે તેટલા પ્રલોભને આવશે તે પણ તે ચલાયમાન થશે નહીં.
નિરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન,
ગણે કાષ્ટની પુતળી, તે ભગવાન સમાન નવયૌવના નારી કે દેવાંગનાઓને નીરખીને પણ જેના મનમાં વિકારભાવ જાગતે નથી, એ તે નવયૌવનાને જોઈને વિચારે છે કે આ તે હાડમાંસ-રૂધીર-મળ-મુત્ર-શ્લેષ્મનું ભાજન છે. ઉપરથી ચામડું મધ્યું છે. આમાં લેભાવા જેવું શું છે તે હું મારા મનને બહેલાવું? આમ એના મનમાં વિકારભાવને એક પણ અંકુર ફુટતું નથી. વિષય-વિકારને જેણે ત્યાગ કર્યો છે તે દુષ્કરમાં દુષ્કર વ્રત શર સાટે પાળે છે. તે ભગવાન સમાન છે.
जे विन्नवणाहि जोसिया संतिण्णेहि समं वियाहिया । तम्हा उट्ठ ति पासहा अदक्खु कामाई' रोगवं ।।
સુ. અ. ૨. ઉ. ૨ ગા. ૨ જેને સ્ત્રીઓ વિનવી રહી છે, જેને પિતાના તરફ ખેંચવાના પ્રયત્ન કરી રહી છે, છતાં