________________
કાકે પશે, માટે તમારા પાયાને મજબુત બનાવે. અહિંયા નિષધમારે પ્રભુની વાણી સાંભળે, અને તે સાંભળતા જ તેનાં રિમમાં આનંદની લહરીઓ ફરી વળી, કારણ કે પ્રભુની વાણીમાં અલૌકિક જાડું ભરેલું હોય છે,
“તારી વાણી રસાળ શું અમૃતભર્યું તારા નયનમાં જાણે શું જાદુ ભર્યું ! જોતાં લાગે ભર્યો જાણે માતાને પ્યાર કે પામે છે, કરે લળીને નમન તુજને હે કિરતાર-કઈ પામે છે.
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વકતા બોલશે તે એ શબ્દોની ભાષામાં બોલશે, પણ ભગવાન તે હદયની ભાષા બોલતા અને તેથી જ એમની વાણી માનવીને તે ઠીક પણ તિર્યનેય સ્પશી જતી. પ્રભુના નયનમાં પણ અજબ-ગજબનું જાડું ભરેલું છે કે જેમને જોતાં પાપી પણ પાવન થઈ જાય. માતાને બાળક પ્રત્યે જેમાં નિર્દોષ વાત્સલ્ય ભાવ હોય છે તેમ પ્રભુના હૈયામાં એજ વાત્સલ્ય ભાવ હોય છે, અને આ વાણી સાંભળી ઘણા ભવ્ય
બેધ પામે છે. અને ઘણુ શક્તિ પ્રમાણે તે માર્ગે ચાલવા તૈયાર થઈ જાય છે. નિષકુમાર પણ વાણી સાંભળીને બારવ્રત્ત અંગીકાર કરવા ઉદ્યમી થયાં છે. ત્રીજા વ્રતનું સ્વરૂપ બતાવાઈ ગયું. હવે ચેથાવતના ભાવે શા છે તે અધિકાર અવસરે.
વ્યાખ્યાન....૭૦
આસો સુદ ૫ શુક્રવાર તા. ૨૪-૯-૭૧
નિષકુમાર ચોથું વ્રત સાંભળી રહ્યા છે. બ્રહ્મચર્ય વ્રત તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત છે. જન્મરે મળે બ્રહ્મચર્ય પાળે તે જ સાચો બ્રાહ્મણ છે. દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મન-વચન-કાયાથી મૈથુન સેવવું નહીં, સેવરાવવું નહીં, સેવતાને અનુમોદન આપવું નહીં, એવા પચ્ચખાણ જેણે કર્યા છે એ સાધુપુરૂષ છે, સર્વવિરતી છે અને જે પોતાની શ્રી સિવાય પરસ્ત્રીના પચ્ચખાણ કરે છે તે દેશવિરતી છે.
બ્રહ્મચર્યથી ઉત્તમશક્તિ મળે છે. એજીનમાં વરાળને એકત્રિત કરવામાં આવે તે તે વરાળ ટનના ટન વજન ખેંચી જાય છે. વરાળ વગર એની ગતિ અટકી જાય છે. એમ વીર્યને એકત્રિત કરવામાં આવે તે તે શક્તિ અજબગજબનું કામ કરે છે. જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, જેના ભાવમાં પણ વિષયને અંકુર ફુટતું નથી તેને અનેક લબ્ધિઓ મળે