________________
છે. “R” તે કહે છે કે March in the field of the Reality. તમે સત્યના ક્ષેત્રમાં આગળ વધે. જેમ આવતી કાલે સૂર્ય ઉગવાને જ છે તે વિષે કઈને કશી શંકા નથી તેમ સત્યને અચુક વિજય થવાને જ છે એ પણ શંકા વગરની વાત છે. સત્ય સમુદ્રથી ગંભીર છે, મેરુથી મહાન છે, સૂર્યથી અધિક તેજસ્વી અને ચંદ્ર તથા ચંદનથી વિશેષ શિતળ છે. આવું હોવા છતાં માનવી તેને આચરી શકતું નથી. તેનું કારણ એ છે કે માનવીને અફીણનાં બંધાણીની જેમ અસત્યનું વ્યસન લાગેલું છે. અફીણના બંધાણીને અફીણને બદલે ગમે તેટલી સારામાં સારી વસ્તુ ખાવાની આપવામાં આવે તે પણ સારી વસ્તુને તે જતી કરશે. પરંતુ અફીણ નહીં છોડે. તેવું અસત્યના વ્યસનીનું પણ છે. અફીણ છેડતાં શરૂઆતમાં મુશ્કેલી પડે છે પણ માણસ દઢ નિશ્ચય કરે તે અફીણની પરાધીનતામાંથી મુક્ત થઈ શકે. તેમ દઢ સંક૯યવાળો જરૂર અસત્યની ગુલામીમાંથી મુક્ત બની શકે છે. માટે સત્યના ક્ષેત્રમાં આગળ વધે. ત્યાર પછી ચેાથે અક્ષર “C” આપણને સૂચવે છે કે March in the field of the conduct. તમારા ચારિત્રના ક્ષેત્રમાં આગળ વધે. જેમ ચંદ્ર વિનાની રાત્રી, સુગંધ વિનાનું ફૂલ, દંતશૂળ વગરને હાથી શોભતે નથી, તેમ ચારિત્ર વિનાને માનવી પણ શેભતે નથી. અત્તરની શીશીમાં અત્તર ન હોય તે એ શીશીની શી કિંમત? મુરબ્બાની બરણીમાં જે મુરબ્ધ ન હોય તે બરણીની શી કિંમત? કૂવામાં પાણી ન હોય તે તે કહેવાતાં કુવાની કશી કિંમત નથી. વ્યાપારમાં કઈ પણ પ્રકારને ખરે લાભ ન હોય તે વ્યાપારની કાંઈ કિંમત નથી, તેમ જે માનવજીવનમાં ચારિત્ર નહીં તે માનવજીવનની કશી કિંમત નહિં. અત્તરની શીશીમાં અત્તરનું હોવાપણું એ તેની કિંમતનું કારણ છે. તેમ માનવજીવનના મહાયનું કારણ તેને દેહ નથી પરંતુ તેનું ચારિત્ર છે. ચીમનીની પૂર્ણતા તે આખા કાચમાં છે. તેમાં તડ પડે છે. પછી તેની કિંમત રહેતી નથી. તેમ મનુષ્યની પૂર્ણતા તેના ચારિત્રમય જીવનમાં છે. ચંદ્ર ભલે ને પૂર્ણિમાનો હોય છતાં વાદળાથી ઢંકાયે હોય તે તેની રાત્રિની શોભા તરીકે કશી કિંમત નથી. તેમ જે જીવનમાં ચારિત્રને ચંદ્ર ઝગમગતું નથી તે જીવન જીવન ભલે કહેવાય પણ તે શક્તિ અને સત્વહીન છે. એટલે ચોથે અક્ષર “' કહે છે કે તમે ચારિત્રના ક્ષેત્રમાં આગળ વધે.
શિક્ષણ નહીં પણ ચારિત્ર જ માણસની મોટામાં મોટી જરૂરિયાત છે અને તે સૌથી વધુ સંરક્ષક વસ્તુ છે. માટે ચારિત્રના ક્ષેત્રમાં આગળ વધીને છેલ્લે પાંચમો અક્ષર “A” જણાવે છે કે March in the field of the Humanity તમે માનવતાના ક્ષેત્રમાં આગળ વધે. માનવતા એ આદર્શ જીવનને પામે છે. જે પાયે મજબુત હોય તે તેના પર ચણેલી ઈમારત પણ મજબુત બનશે પરંતુ જે ઈમારતના પાયા મજબુત ન હાય તે ઈમારત પ્રચલ્ડ વાવાઝોડા યા ધરતીકંપને આંચકો લાગતા કડડડભૂસ કરતી તૂટી,