________________
૪૦૪
બાઈ અંદર આવી. મેં એની માફી માગી. મારાથી રહી જવાયું. મારી કરૂણ - કહાની મેં એને સંભળાવી. એ સાંભળી બાઈની આંખમાં પણ આંસુ આવી ગયાં. કેટલાંક પૈસેટકે સુખી હોય છે તે ધણીનું સુખ નથી. એ તો બહાર કયાંય પરસ્ત્રીમાં મેજ માણતા હોય છે. રાત્રે મોડાવહેલા ઘેર આવતા હોય છે. જ્યારે આ ગરીબ છે, છતાં તેને પત્ની પ્રત્યે લાગણી કેટલી છે! બાઈ કહે છે ભાઈ! અત્યારે તું આ બંગડી કયાં વેચવા જઈશ? તારી પત્નીને તાવ છે તે એને જોઈતી દવા, દુધ, મોસંબી વગેરે લઈ જા. અને પછી આ બંગડી વેચી એમાંથી આજીવિકા ચલાવજે. જ્યારે જરૂર પડે ત્યારે પાછા વિના સંકોચે અહીં આવજે. બાઈની લાગણી ને હમદર્દીથી મારા દુઃખી દિલને દિલાસે મળે.
ત્યાંથી નીકળી હું ઘેર આવ્યું. આવીને જોઉં ત્યાં તે સખત તાવ ચડી જવાથી મારી પત્ની મૃત્યુ પામી ગઈ હતી. બાળક પણ તરફડી તરફડી મરી ગયા હતા. આ દશ્ય જોતાં જ હું કંપી ઉઠયે. હતાશ થઈ ગયા. ત્યાં ને ત્યાં બેસી ગયે. હાથમાંની ચીજે બાજુ પર મુકી મારા કિમત પર હું પિકેકે રડે. પણ ત્યાં આશ્વાસન દેનારું કે આંસુ લુછનારું કઈ નહતું. રડી રડીને થાયે, મારી મેળે મેં આશ્વાસન મેળવ્યું. હિંમત કેળવી. આજુબાજુમાંથી છેડા માણસે બોલાવી પત્ની અને પુત્રની અંત્યેષ્ઠિ ક્રિયા પતાવી ઘેર આવ્યા, પણ ઘર ખાવા ધાતું હોય એમ લાગ્યું.
બીજે દિવસે બંગડી લઈ હું બેનને ઘેર ગયે. એણે પૂછયું કેમ ભાઈ! મેં કહ્યું, બહેન ! જે માટે હું બંગડી લઈ ગયો ત્યાં પહોંચે એ પહેલાં તે તેઓ બંને મૃત્યુ પામી ગયાં. હવે હું અને શું કરું? બહેન કહે લઈ જા ભાઈ! તારે કામ આવશે. મેં કહ્યું, ના બહેન ! હવે એ ન જોઈએ. તમારી લાગણી માટે આભાર. ઘેર આવ્યું. ભુતકાળના એક એક દશ્ય નજર સમક્ષ ખડા થવા લાગ્યાં. ધર્મના સંસ્કાર તે મૂળથી હતાં, એમાં આવું બન્યું. જગતના ચડતીપડતીના વાયશ બધા જોયાં.
જગના સ્વરૂપે મેં સઘળાં નિહાળ્યાં, જુઠી ભ્રમણામાં જન્મો વિતાવ્યાં, સાચી શાંતિ તે ક્યાંયે ન લાધી, તુજને મળવાની લાગી રે માયા.
દર્શન દેને અંતર્યામી, મુજથી શાને રૂઠ સ્વામી. હે ભગવાન! અત્યાર સુધી જુડી ભ્રમણામાં હું ફસાયે હતે. પણ સંસારના નશ્વર સંબંધોને જાત અનુભવ થયે. કયાંય સુખ કે શાંતિ મળી નહીં. સાચી શાંતિ અંતરમાં છે. છતાં બહાર વલખાં માર્યા. એ ભુલ સમજાણું અને હવે પછીની બાજી સુધારવાને નિર્ણય કરી મેં સંયમ માર્ગ સ્વીકાર્યો. આ છે મારી કથા. આ સાંભળી યુવાનેના હૃદય પણ દ્રવી ગયાં. મુનિને ધન્યવાદ દઈ તેઓ ચાલતા થયાં.