________________
એક ભાઈ મિલની નોકરી કરી ઘર તરફ જઈ રહ્યા હતા. આગળ એક બહેન જઈ રહ્યા હતા. તેમનું પાકીટ પડી ગયું. આ મિલ મજુરને મળ્યું. ખેલ્યું તે અંદર દશ હજાર રૂપિયા હતા. ખૂબ આનંદ થયે. આટલી મજુરી કરૂં ત્યારે માંડ રોટલો ને મરચું મળે છે. ત્યારે આ તે સહેજે મળી ગયા છે. મન નાચી ઉઠયું. હોંશભેર ઘેર આવે છે. પત્ની રોટલા બનાવવાની તૈયારીમાં છે. પતિને આનંદમાં જોઈ પૂછે છે, આજે તે બહુ આનંદમાં છે? આટલે બધા શાને આનંદ છે ? તે ભાઈ બધી વાત કરે છે. આજે દશ હજાર રૂપિયા મળ્યા છે. તારા માટે નવાં વસ્ત્રો અને આભૂષણે લાવીશ. દિવાળી નજીક આવે છે. મારા માટે ન કેટ લાવીશ. બાઈ કહે છે “હરામનું આપણને ન ખપે. એનું શીરનામું પાકીટમાં છે? આ સાંભળી પતિ કહે છે. “શા માટે પાછું આપવું જોઈએ? મેં કાંઈ થોડી ચેરી કરી છે”? બાઈ કહે છે. પાછું ન દઈ આવે ત્યાં સુધી મારે અન્નપાણી હરામ છે. તમને પણ ખાવા નહિ દઉ.” મેં શું કેઈનું ખીસ્સ કાપ્યું છે? કોઈના હાથમાંથી તફડાવ્યું છે? “બાઈ કહે છે. રાઈ નહી બને, અનીતિનું ખાટલે પડી ખવાય અથવા કોર્ટ માં જાય પણ સુખે ખવાય નહિ. ન્યાય-નીતિ-અને પ્રમાણિકતાથી મેળવે. અણહકનું લેવાના ભાવ પણ ન કરે.
આ બાઈ જેન નથી, છતાં એને સિદ્ધાંત જુઓ. સત્ય પ્રત્યે કેટલે આદર છે? તમારી સ્ત્રી તમને પૂછનારી ખરી? રેશમી સાડી, બનારસી શેલા-હીરા-મોતી ને સેનાના સેટ–આ બધું કયાંથી લાવે છે ? મારા માટે આવું પાપ શા માટે વહે છે ? કેટલા કોશેટા મરે ત્યારે એક રેશમી સાડી તૈયાર થાય ! જ્ઞાની કહે છે, આ બધા પાપમાંથી મુક્ત થાવ. સાચી ધર્મપત્ની હોય તે પાપ કરતાં અટકાવે અને કહે કે, બે ટંક ખાવા નહિ મળે તે એક ટંક ખાશું પણું અણહકનું લાવશે નહિ આ ભાઈ ઘેરથી નીકળી જાય છે અને રેડીમેઈડવાળાની દુકાને પહોંચે છે. એક કોટ ૪૦ રૂપિયાની કિંમતને જે અને ગમી ગયે. ત્યાં પત્નીના વચને ગુંજે છે. હરામનું ખપશે નહિ. કોટ મૂકીને ચાલે. વેચનાર કહે છે ૩૦ રૂ.માં લઈ જાવ. તમારે કેટ તે કે જેને અને ફાટી ગયું છે. આ પહેરશે તો કેટલે શોભશે? પણ લીધા વિના તે ચાલતો થયો. પછી સાડી ખરીદવા મોટા સ્ટોરમાં ગયે. સાડી પસંદ કરી ત્યાં પત્નીના વચને જાણે સંભળાયા, ત્યાંથી પણ ખાલી હાથે પાછો ફરે છે. અને ઘેર આવે છે. પત્ની પૂછે છે કયાં ગયા હતા? રૂા. દઈ આવ્યા? ના, જાવ જલ્દી દઈ આવે. તે કહે છે,ખૂબ થાકી ગયો છું. એલીસબ્રીજ પૂલની પાછળ જગહનદાસને બંગલે છે. એટલે બધે દૂર અત્યારે હું કેવી રીતે જાઉ? સવારને જમે પણ નથી, દેવા મેકલતા તને દયા નથી આવતી? આ જવાબ આપે છે છતાં તેની પત્ની દેવા જવાનું વચન લઈને જમાડીને મેકલે છે. અંતે તેને જવું પડે છે. તમારે આવી સ્ત્રી હોય તો તમે પણું સીધા થઈ જાવ ને? જેરામ