________________
૨૨૦૦ રૂપિયા આવ્યા તે પાકિટમાં મુક્યાં હતાં. હુસેન જવાબ આપે છે, શેઠ સાહેબ ! હમણાં જ બધું સાફસુફ કર્યું છે. પાકિટ મેટરમાં નથી. આ સાંભળી શેઠ તે મુંઝાઈ જાય છે. પાકિટ ખવાઈ ગયું, શેઠ હાંફળા ફાંફળા થાય છે. હવે શું થશે? કોના હાથમાં આવ્યું હશે? મળશે કે નહીં? આવા અનેક વિચારોની હારમાળા ચાલે છે. એક માણસ રસ્તા પર ચાલ્યા જતું હતું અને ખિસ્સામાંથી કાગળ કાઢતાં ૧૦૦ રૂ. ની નેટ પડી ગઈ. તેની પાછળ બીજે માણસ ચાલ્યા આવે છે. તેને આ નેટ મળી. નેટ ની પડી ગઈ. તે તેને ખબર છે પણ પાછી ન આપતાં પિતે તેને માલિક થઈ ગયે, પણ અનીતિનું નાણું કોઈની પાસે ટકતું નથી. આ રૂપિયામાંથી એક જોડ કપડાં ખરીદીશ, સીનેમા જોઈશ, આવા અનેક મનેર ઘડતે ટ્રેઈનમાં બેસે છે. ટ્રેઈનમાં ખુબ ગીદી છે. થોડીવાર પછી ખિસામાં હાથ નાંખે પણ ૧૦૦ રૂ. ની નેટ નથી. ખિસું કપાયું. એકદમ રડવા જે થઈ જાય છે. અરેરે! મારા ૧૦૦ રૂા, ગયા એમ બુમ પાડે છે. બાજુમાં બેઠેલે માણસ પૂછે છે, ભાઈ ૧૦૦ રૂ. કેવી રીતે ગયાં? એમ ઉપરના ખિસામાં પૈસા રખાય? અત્યારે જમાને કે છે તે જાણતા નથી? અરે ભાઈ, હમણાં જ રસ્તામાંથી મળ્યાં એટલે ખિસ્સામાં મૂકી દીધા અને વિચાર કર્યો કે ટ્રેઈનમાં નિરાંતે બેસીને અંદરના ખિસામાં મૂકી દઈશ પણ ત્યાં તે ઉપડી ગયા. આ સાંભળી પેલે માણસ કહે છે, અરે ભાઈ! તારા હતાં નહીં. તે ગયાં તેમાં શું ? માની લે ને કે મને મળ્યાં જ નથી.
“મલ્લા ચેરે મુઠે અને અલ્લા ચોરે ઉ” આવી વાત છે. પાંચ શેરના લેટામાં દશ શેર દુધ નાંખવા જાય પણ સમાય કયાંથી? કિમતમાં હોય તેટલું દરેકને મળે છે. અનીતિ કરી જુઠું બેલ્યો એટલે કમાણી થઈ આ માન્યતા કાઢી નાંખો. જુઠું બોલવું એ પાપ છે કે પુણ્ય? “પાપ”. પાપનાં ફળ કડવા હોય કે મીઠાં? પાપથી સુખ ન મળે. પાપ કરીને પૈસે મેળવ્યું તે લકવાની, કેન્સરની અને ટી બી.ની માવજતમાં ચાલ્યા જશે. લાખ રીતે લુંટાઈ જશે. હજારની નેટના ૫૦૦ મળશે. દુકાનમાં માલ ભર્યો હશે અને ભાવ ઉતરી જશે ૨૨૦૦ રૂ. નું પાકીટ કયાં ગયું હશે તેની ચિન્તામાં પાનાચંદ શેઠ પડયા છે. તેમને એકાએક વિચાર આવે છે, પાનવાળાની દુકાને પાન ખાધેલું ત્યાં કદાચ પડયું હશે તે મળશે. હુસેનને કહે છે ચાલ, મટર પાનવાળાને ત્યાં લઈ લે. હવે મંદિરે નથી જવું. પાનવાળાને ત્યાં જઈ શેઠ પૂછે છે, હું અહીં આવ્યું ત્યારે મારું એક પાકીટ અહીં રહી ગયું છે. તમને કોઈને મળ્યું છે? પાનવાળ કહે છે, શેઠ, એક વિધવા બહેનને મળ્યું છે. તેમણે મને સરનામું આપ્યું છે. પાનવાળાએ શેઠને સરનામું આપ્યું, તે લઈ શેઠ અને હસેન ત્યાં જાય છે. હુસેનને મોટરમાં રાખી શેઠ ઘરમાં જાય છે. ત્યાં મા અને દિકરે વાત કરે છે, દિકરે કહે છે, બા, મારે પૈસાની જરૂર છે. તને કાલે પાકીટ મળ્યું છે તેમાંથી ૨૫૦ રૂા. આપ. આપણે કયાં ચોરી કરવા ગયા છીએ? આપણને મળ્યું છે. મારે પૈસાની ખાસ જરૂર છે, બેન્કમાં ડીઝીટના ૨૫૦