________________
ઉધપાકની કિંમત નથી પણ ત્રણ દિવસના ભુખ્યાને સુકા રોટલાની ૫ણુ મત છે. તમારે તે ભેગું જ કરવું છે ને? જેને પૈસામાં આસક્તિ રહી જાય છે. અને વલ કરે, વીલ કરે કહેતાં મૃત્યુ પામે છે તે બીલમાં ઉત્પન્ન થાય છે. સર્ષ બની ધન પર ફૂંફાડા મારે છે. અથવા ઉંદર થઈને એની ઉપર નાચે છે. તમને આટલે બધે પૈસાને મોહ કેમ લાગે છે? એ સમજાતું નથી. જેને આસક્તિભાવ છૂટી જાય અને આત્માની જ લગતી લાગી હોય તેનાં હૈયામાં ભગવાનનું જ રટણ હેય. સદેવ-સદગુરૂ અને સદુધર્મ જ ત્રાણ-શરણ લાગે. મરણની પથારીએ પડે અને તેને કહે બાપુજી, કાગળ લખું? દીકરે અમેરીકા છે એને બોલાવું? તાર કરૂં? તે તરત કહી દે, ના, મારે કોઈની જરૂર નથી. તેને છેલ્લા ટાઈમ સુધી મહાવીર મહાવીરનું સ્મરણ હેય. તમને પ્રભુ યાદ આવશે? “જલ્દી ગુરૂને બોલાવી સંચાર કરો એવી ભાવના થાય તેવું જીવન કેળવ્યું છે? માંદગીને બિછાને ઘરના સૌ ચારે બાજુ બેસશે, આંસુડા પાડશે, તમારા વિના કેમ જીવાશે એમ કહેશે, પણ કોઈ બચાવી શકશે નહિ.
“ઘરની ત્રિયા તે રવાને લાગી, મારી જોડી. કણે તેડી રે, કહત કબીર સુને ભાઈ સાધુ, જેણે જોડી એણે તેડી રે,
અપના કોઈ નહીં. માતા કહે છે પુત્ર અમાર, પિતા કહે છે સુત મેરો રે,
બહેની કહે છે બંધવ મેરે, ત્રિયા કહે વર મેરા રે. અપના કેઈ નહિ. માતા કહે છે પુત્ર મારે છે. પિતા કહે છે દિકરો મારે છે. બહેની કહે છે મારે બંધવ છે. સ્ત્રી કહે છે મારો પતિ છે. પતિના મૃત્યુ વખતે સ્ત્રી કહે છે. અરે! મને અધવચ, રણવગડામાં મૂકી કષાં ચાલ્યા ગયાં? અરે જેડી કેણે તેડી નાખી?"પણ કબીરજી કહે છે. જેણે તારી જોડી જોડી હતી એણે જ તેડી છે. - અહીંથી મૃત્યુ પામેલ છવ સીધે કમેં સજેલી ગતિમાં ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં કેણ સાથે જાય? દુર્ગતિથી બચવું હોય તે અહિંસા, સત્ય આદિ તેનું યથાર્થ રીતે પાલન કરે. બીજા સત્ય વતનું વિશેષ સ્વરૂપ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૬૩ ભાદરવા વદ ૧૨ ને બુધવાર તા. ૧૬––૭૧
ભગવાનની વાણી સાંભળ્યા પછી નિષકુમાર, અંગીકાર કરી રહ્યા છે, સત્ય એ જીવનનું મૂળ તત્વ છે.