________________
પિતાના જાતિ ભાઈ ઉપર પૂરતા વરસાવે! કંથવાની દયા પાળનાર માણસને સંહાર કેવી રીતે કરે? માર મહેથી મીડે ટહુકાર કરે, અને આખા ને આખા સપને ગળી જાય. તેમ માનવ પણ ભાષામાં મધુરતાના પ્રવેશ કરે અને કોઈ ગરીબ માણસની પાસે થોડા રૂપિયા લેણા હોય તે તેની પરિસ્થિતિને વિચાર કર્યા વિના તેના પર દા કરે. જેની પાસે ખાવા માટે દાણા નથી, પહેરવા વસ્ત્રો નથી, તેના ગળે ટુંપો મારતાં અનુકંપા ન આવે. દુખિયારા જીવેની નાની શી મૂડી જેવી ગાય વિ. હેય તે તેને વ્યાજમાં લઈ જાય. પણ તેને ઘેર દિકરાની બિમારી છે તેને ખ્યાલ ન કરે. જે પારકાની પીડ જાણતું નથી તે શું શ્રાવક છે? આવા કર્મ હશે હેશ થાય છે. પણ કમને કાઠીયા નડશે ત્યારે પિક મૂકી રડવાને વખત આવશે. ગાઢી માયા કરનાર, ખાટા વચન બોલનાર, કપટ સહિત જુઠું બોલનાર, બેટા તેલ અને બેટા માપ રાખનાર તિર્યંચ ગતિમાં જાય છે. તિર્યચના દુખે તે પ્રત્યક્ષ આંખ સામે જ છે ને?
કેવા કેવા જુલ્મ વયા જનાવર બનીને સ્વામી, એક રે જાણે છે મારે આતમા હે જી રે, બે અળખામણે ને લાકડીના માર ખાતાં,
વહેતી'તી આંસુડાની ધાર મારી આંખમાં.” જાનવરના ભવમાં જીવે કેવાં દુખે સહન કર્યા છે, તેનું તાદશ્ય ચિત્ર આ કડીમાં ખડું કર્યું છે. પીઠ પર બે લાદે અને ઉપરથી લાકડીઓના માર મારે આંખમાંથી આંસુડાની ધારા વહેવા માંડે પણ ફરિયાદ સાંભળનાર કેશુ? પગમાં લેઢાના ખીલા મારે. વરસાદમાં ડામરની સડક પર દોડતાં પગ બળી જાય અને બેસી જાય તે માલિક મારીમારીને અધમુઓ કરી નાંખે. પીઠ પર ચાંદા પડી ગયા હોય તેથી કાગડાઓ ફેલી ખાય પણ કાગડાને ઉડાડનાર કેણુ! ગાડે જેડાણ હેય, સખત તાપ હય, તૃષા ખૂબ લાગી હોય, સામે તળાવડું ભર્યું હોય છતાં પણ પાણી પીવા જઈ શકે નહિ, કેટલી પરાધીનતા? આવી પરાધીનતા કેમ આવી? કમને લીધે જ ને ? તે કર્મ કરવા બંધ કરો. દરેક પર દયાના ભાવ લાવે “વસુધૈવ કુટુમ્બક” વિશ્વ આખા સાથે કુટુમ્બની ભાવના કેળવે. પશુઓના દુઃખ જોઈ તમારા આત્માને એમાં ક૯. દુઃખી અનાથ પ્રત્યે સહાનુભુતિ . સ્ત્રીના નામે કે છોકરાના નામે કર્મ બાંધવા નથી એવું નક્કી કરે. તમારે તે પેટી પટારા ભરવા છે, અનીતિ કરવી છે. અને પાછા શ્રાવક કહેવડાવવું છે ? પહેલાના શ્રાવકો રાત્રિએ કુટુમ્બ જાઝિકા જાગતા. રાતના વિચાર કરતાં કે મારા કુટુંબમાં મારી જ્ઞાતિમાં કોણ દુઃખી છે, જેને શેની જરૂર છે, જ્યાં જરૂરીઆત હોય ત્યાં પૈસાની નીક વહેવડાવતા. હાથે હાથ ન દે તેને ગુપ્ત મદદ કરતાં. આબરૂદાર ઘસાઈ જાય પણ તે હાથ લાંબે ન કરી શકે, ત્યારે આવી મદદ મળે તે કેવા આશીષ આપે? પેટ ભરેલાને