________________
* આગળના શ્રાવકની ભગવાને વાત કરી કે શ્રાવકની રાજમાં પહેલી ખુરશી પડતી. ગમે તેવા જટિલ પ્રશ્નો શ્રાવકોની સલાહથી ઉકેલાતાં. “ મહુવા નિuહુવા થવા સુવા ગાયુચ્છળીને પfહપુછળીને.” ગુઢ પ્રશ્નોના ઉકેલ માટે તેને વારંવાર પૂછતાં. સત્યવ્રતધારી શ્રાવક એવી રીતે ઉત્તર આપતાં કે બંને પક્ષ સુંદર રીતે સમજી જાય. બંનેના વેરઝેર શમી જાય. શ્રાવકે કેટલાં ડાહ્યા અને બુદ્ધિશાળી, પ્રમાણિક હશે કે રાજા પણ એની સલાહ માન્ય રાખે. ગુનેગારને પૈસા વેરવા ન પડે અને શાંતિથી કાર્ય પતી જાય. એવી કુનેહથી કામ લેતા જાય. આજે તે કોર્ટમાં થેલીઓ ઠલવે એ જીતી જાય છે અને સાચે માર્યો જાય છે.
નાના નાના ગામમાં પંચ નિમાય છે ત્યાં પણ અન્યાય, અનીતિ અને અસત્યનો સહારે જ કામ થતું હોય છે. પંચ તરીકે જેને નિમવામાં આવે તેનામાં તે અમુક વિશિષ્ટ ગુણ હોવા જોઈએ. (૧) બંને પક્ષને તેનામાં વિશ્વાસ છે જેઈએ. (૨) બંને પક્ષની વાત સ્થિર ચિત્તે મનમાં જડી લેવી જોઈએ. (૩) વાતને તેડ કાઢવામાં પિતાને અંગત સ્વાર્થ ન હવે જોઈએ. (૪) કોઈની શેહશરમમાં દબાયા વિના સત્ય હકીકત કહેવાની હોંશીયારી એનામાં હેવી જોઈએ. (૫) ઝગડો વધતાં થડે પિતાને ભોગ આપે પડે તે આપીને પણ બંને વચ્ચે પ્રેમનું વાતાવરણ સ્થાપનાર હવે જોઈએ.
કલકત્તામાં લીમી નારાયણજી મુરાદીયા નામના એક વેપારી હતા. તેમનામાં ઉપરના ગુણે હતાં. સંખ્યાબંધ પ્રશ્નો કળથી ઉકેલતા. એક વખત બે ભાઈઓમાં મજીયારી મિક્ત વહેંચવામાં ઝગડો થઈ ગયો. તેઓએ આ વેપારીને પંચ તરીકે નીમ્યાં. વેપારીએ પિતાની કુનેહ બુદ્ધિથી અનેક ગુંચવણે ઉકેલી નાંખી. છેલે એક વીંટી રહી. એને મેળવવા બંને ભાઈ ઓએ હઠાગ્ર પકડે. આ વેપારીને લાગ્યું કે કિનારે આવેલું નાવ એકાએક ડુબી જશે. તેઓ વીંટી લઈ ઉભા થયા અને બંનેને કહ્યું: આઠ દિવસ પછી તમે મને મળજે. તેઓએ એવી જ એક વીંટી પિતાના ખર્ચે તૈયાર કરાવી. પછી મોટાભાઈને બોલાવી કહ્યું, આ લે. આ વીંટી તને આપું છું. પણ પાંચ વર્ષ સુધી પહેરીશ નહિ. પછી નાનાભાઈને બોલાવી વીંટી આપી અને એ જ પ્રમાણે જ કહ્યું, આનું પરિણામ એ આવ્યું કે બંને ભાઈઓએ માન્યું કે છત અમારી થઈ છે. પાંચ સાત વરસો પછી પ્રસંગોપાત બને ભાઈઓ ભેગા થયાં. બંનેના હાથમાં વીંટી હતી. વેપારીની ચાલાકી તે બંને સમજી ગયાં. અને વીંટી પાછી આપવા ગયાં. ત્યારે તે વેપારીએ કહ્યું” આ વીંટી તમને મારા દિકરા ગણી ભેટ આપું છું. અને તમારી પાસે એટલી અપેક્ષા રાખું છું કે તમે બંને સંપમાં વધારો કર.” શ્રાવકે આવા ગુણવાન હતા. તમે પણ શ્રાવક છેને? છે આવા ગુણ? તમને આવા સલાહકાર પણ નથી મળ્યા માટે જ કોર્ટ સુધી પહોંચવું પડે છે. ને? જે પંચ તરીકે નીમાય છે તેનામાં બુદ્ધિની કુશળતા કેટલી હોય છે! બુદ્ધિ કંઈ કોઈના બાપની નથી,