________________
સાત વેંતના સર્વજન કિંમત અલ તુલ્ય,
સરખાં કાગળ હુંડીના પણ અંક પ્રમાણે મુલ્ય. હુડીના કાગળ પરથી તેની કિંમત ન અંકાય. પણ તેમાં લખેલા આંકડા ઉપરથી એની કિંમત અંકાય છે. એમ માણસના દેખાવ ઉપરથી એની કિંમત ન થાય, પણ એની બુદ્ધિના નાણું છે.
એ બુદ્ધિને જે સ્વતરફ વાળે અને સ્વભાવમાં સ્થિર થાય તે કર્મના બંધને તોડી નાખે. આચાર્ય ભગવંતેએ બુદ્ધિનું મંથન કરી જગત જીવે પર મહાન ઉપકાર કરેલ છે. એક વખત એક આચાર્યશ્રી લમણે હાથ દઈને બેઠા છે. ત્યાં એક શ્રાવક આવ્યા. એમણે પૂછયું હે પૂજ્ય! આ૫ આટલી બધી શી ચિંતામાં છે? આચાર્યશ્રીએ કહ્યું, ભાઈ લેખનકાર્ય કરું છું પણ દિવસ ટુંકે પડે છે, ને કાર્ય અધુરું રહી જાય છે. રાત્રે અગ્નિને આરંભ કરીને એ કાર્ય થાય નહિ માટે અફસેસ થાય છે.
શ્રાવક કહે, અરે સાહેબ, આ દિવસ લખી લખીને થાકી નથી જતાં? આરામ લેવાની ભાવના નથી થતી? આચાર્યશ્રી કહે છે ભાઈ, લેખનકાર્યમાં હું એટલે બધે મગ્ન હાઉં છું કે મને થાક પણ લાગતું નથી. શ્રાવકે પૂજ્યશ્રીની ઈચ્છા જાણી. પિતાને ત્યાં રત્ન હતાં તેમાંથી બે રને ઉપાશ્રયમાં મુકી ગયા. જેના પ્રકાશમાં આચાર્યશ્રીનું લેખનકાર્ય થઈ શકયું. બુદ્ધિને કઈ દિશામાં ઉપયોગ કરે તે પિતાના હાથની વસ્તુ છે. શ્રાવકો પિતાની બુદ્ધિને સવળી દિશામાં ઉપયોગ કરતાં. નિષધકુમાર સત્યવ્રત સ્વીકારી રહ્યા છે. તેનાં પાંચ અતિચાર જાણવા જેઈએ. પણ આચરવા નહિ. તે પાંચ અતિચાર કહે છે.
(૧) સહસ્સાભખાણે કોઈને પ્રાસકે પડે તેવું બેલિવું નહીં. અચાનક કેઈને ફાળ પડે તે તેનું મૃત્યુ પણ થઈ જાય માટે આવી ભાષા બોલવી નહીં. (૨) રહસ્સાભકખાણે. કેઈની રહસ્યની વાત ઉઘાડી કરવી નહીં. કોઈએ વિશ્વાસ રાખીને વાત કરી હોય, સારાસારીને સંબંધ હોય ત્યાં સુધી એ વાત કેઈને ન કીધી અને જરાક વાંધો પડે કે એ વાત જાહેર કરી દે. આમાં ઘણું અનર્થ થઈ જાય છે.
એક શેઠ જમવા બેઠા છે. શેઠાણી પ્રેમથી જમાડી રહ્યા છે. શેઠના માથા ઉપર તડકે આવતું હતું તેથી શેઠાણીએ પિતાને પાલવ ધર્યો. આ જોઈ શેઠને જરા હસવું આવી ગયું. રસેડામાં રસોઈ કરતી દીકરાની વહુ આ જોઈ ગઈ. એને એ વાતમાં રહસ્ય લાગ્યું. રાત્રે પિતાના પતિને વાત કરી અને ગમે તેમ કરીને પિતાશ્રીને હસવાનું કારણ પૂછી જોજે એમ કહ્યું બાપદીકરો મળ્યા ત્યારે દીકરાએ પૂછ્યું, પિતાશ્રી ! કાલે જમતી વખતે આપ કેમ હસ્યાં હતાં? શેઠે જવાબ ન આપો એણે વધુ આગ્રહ કર્યો. શેઠની ઈચ્છા ન હતી છતાં દીકરાના આગ્રહને વશ થઈ એણે વાત શરૂ કરી.